ટીમ ઇન્ડિયા વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં આ વખતે આઈસીસી વિશ્વ કપમાં રમવા ઉતરશે. કોહલીએ સતત સારું પ્રદર્શન કરીને ઘણી મોટી મેચોમાં ભારતને જીત અપાવી છે. ફેન્સની આશા છે કે એકવાર ફરી કેપ્ટન કોહલની પોતાની શાનદાર રમત બતાવશે. પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવું છે કે વિરાટ એકલો વિશ્વ કપ ના જીતાડી શકે. બીજા ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કરવું પડશે.

એક ઇન્ટરવ્યૂમાં ક્રિકેટનાં ભગવાને કહ્યું કે, “તમારી પાસે દરેક મેચમાં સારું પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ હોય છે, પરંતુ ટીમનાં સહયોગ વગર તમે કંઇ જ ના કરી શકો. એક ખેલાડીનાં દમ પર ટૂર્નામેન્ટ ના જીતી શકાય. બીજાઓએ પણ મહત્વનાં તબક્કે પોતાની ભૂમિકા નીભાવવાની રહેશે. આવું ના કરવાથી નિરાશા જ હાથ લાગશે.” ભારતનાં ચોથા ક્રમ પર કોણ બેટિંગ કરશે તે નક્કી નથી. જો કે સચિન તેંડુલકરનું માનવું છે કે સ્થિતિ અનુસાર તેના વિશે નિર્ણય લઇ શકાય છે. તેમણે કહ્યું કે, “આપણી પાસે એવા બેટ્સમેન છે જે આ ક્રમે બેટિંગ કરી શકે છે. આ એક ક્રમ જ છે અને આમાં સુગમતા હોવી જોઇએ. મને આ કોઈ સમસ્યા નથી લાગતી. આપણા ખેલાડીઓએ એટલી મેચો રમી છે કે તેઓ કોઇપણ ક્રમે બેટિંગ કરી શકે છે.”

તેંડુલકરે કહ્યું કે, “કલાઈનાં સ્પિનર્સની ભૂમિકા આ ટૂર્નામેન્ટમાં મહત્વની રહેશે. ભારતની પાસે ચહલ અને યાદવનાં રૂપે એવા 2 બૉલર્સ છે, જો કે તેઓ ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પ્રભાવી સાબિત થયા નહોતા. એવા ઘણા બૉલર્સ છે જેમને બેટ્સમેન તરત જ પારખી જાય છે, પરંતુ તેમ છતા પણ તેમને વિકેટ મળે છે. કુલદીપ અને ચહલે ઑસ્ટ્રેલિયા સીરીઝને લઇને વધારે ચિંતા કરવાની જરૂર નથી.” તેમણે મુથૈયા મુરલીધરનનું ઉદાહરણ આપતા કહ્યું કે, “મુરલી ઑફ બ્રેક અને દુસરા ફેંકતા હતા. બેટ્સમેન બૉલ પારખી જતા તો પણ તેમને વિકેટો મળતી હતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ક્રિકેટનાં ભગવાન સચિન તેંડુલકરે કહ્યું, “એકલો કોહલી નહીં જીતાડી શકે વર્લ્ડ કપ” appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kohli-alone-cant-give-world-cup-to-india/
via Best Gujarati News

0 Comments