વર્લ્ડ કપ: ગમે તે ટીમ પર ભારે પડી શકે છે પાકિસ્તાન, આ 3 બેટ્સમેનની એવરેજ છે 50 ઉપર
ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની વન ડે સીરીઝમાં પાકિસ્તાન ટીમે 0-4થી સીરીઝ ભલે હારી, પરંતુ એ ધ્યાન રહે કે તેમણે એક મેચ છોડીને દરેક મેચમાં 300થી વધારે રન બનાવ્યા હતા. આવામાં પાકિસ્તાન ટીમ 20 મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પાકિસ્તાન ટીમની બૉલિંગ અને બેટિંગ બંને મજબૂત છે. આ કારણે ક્રિકેટનાં જાણકારો પાકિસ્તાનને વિશ્વ કપ જીતવાનું દાવેદાર ગણાવી રહ્યા છે. પાકિસ્તાનની ટીમ શું કરી શકે છે એ તેમણે 2017માં ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રૉફી જીતીને જણાવી દીધું છે.
એક સમય હતો જ્યારે પાકિસ્તાનની ટીમ પોતાની બૉલિંગનાં કારણે ઓળખાતી હતી, પરંતુ ફખર ઝમા, બાબર આઝમ અને ઇમામ-ઉલ-હક જોડાયા બાદ પાકિસ્તાનની બેટિંગ પણ મજબૂત બની છે. પાકિસ્તાને પોતાની બૉલિંગને મજબૂત કરવા માટે ટીમમાં મોહમ્મદ આમિર, વહાબ રિયાઝ અને ઑલરાઉન્ડર આસિફ અલીને પણ સામે કર્યા છે. આવામાં તેનું બૉલિંગ આક્રમણ પણ મજબૂત થયું છે.
1. ફખર ઝમાં
2017 ચેમ્પિન્સ ટ્રૉફીમાં ફાઇનલમાં ભારત સામે સદી ફટકારી પાકિસ્તાનને જીત અપાવનારો ફખર ઝમાં પાકિસ્તાન ટીમ માટે ઘણો જ મહત્વનો છે. ઑપનિંગ બેટ્સમેન ઝમાંએ 26 વન ડેમાં 51ની સરેરાશથી રન બનાવ્યા છે. આટલા નાના કેરિયરમાં તેણે વન ડેમાં એક બેવડી સદી પણ ફટકારી છે.
2. ઇમામ-ઉલ-હક
28 વન ડેમાં 60ની સરેરાશથી રન બનાવનારા ઇમામ-ઉલ-હકનાં નામે 6 સદી છે. ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન ડેમાં તેને ઇજા થઈ હતી. પાકિસ્તાન ઇચ્છશે કે તે જલ્દી ફિટ થાય.
3. બાબર આઝમ
પાકિસ્તાની પ્રશંસકો માટે બાબર આઝમ તેમનો વિરાટ કોહલી છે. બાબરે 64 વન ડેમાં 51.67ની સરેરાશથી રન બનાવ્યા છે, જેમાં 9 સદી સામેલ છે. તે ત્રીજા નંબર પર ઉતરશે.
4. મોહમ્મદ હફીઝ
પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝ અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે 210 વન ડેમાં 11 સદી લગાવી છે અને ચોથા નંબરે બેટિંગ ઉપરાંત તે બૉલિંગમાં પણ યોગદાન આપે છે.
5. સરફરાઝ અહમદ (કેપ્ટન)
મધ્યક્રમમાં સરફરાઝ સૌથી મહત્વનો છે. આ કેપ્ટન વિકેટકીપિંગ પણ કરે છે. તેની કેપ્ટનશિપમાં જ પાકિસ્તાને ભારતને હરાવી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી હતી.
6. શૉએબ મલિક
પાકિસ્તાનનાં આ સૌથી અનુભવી ખેલાડીએ 284 વન ડેમાં 7526 રન બનાવ્યા છે. 9 સદી લગાવનારો શોએબ વિશ્વ કપમાં ફિનિશરની ભૂમિકામાં હશે. તે બૉલિંગમાં પણ યોગદાન આપે છે.
7. આસિફ અલી
આસિફ પાસે 16 વન ડેનો અનુભવ છે. ઇંગ્લેન્ડ સામે તેના પ્રદર્શનને જોઇને તેને વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવ્યો છે. નીચેના ક્રમે તે સારી બેટિંગ કરી શકે છે.
8. ઇમાદ વસીમ
પાકિસ્તાનનાં યુવા ઑલરાઉન્ડર ઇમાદે 46 વન ડેમાં 5 અડધી સદી ફટકારી છે અને 39 વિકેટ ઝડપી છે. તે નીચેના ક્રમે ઝડપી બેટિંગ કરે છે.
9. હસન અલી
ઝડપી બૉલર હસન અલીની બૉલિંગ એવરેજ 26.56ની છે. જે દર્શાવે છે કે તેણે વન ડેમાં શાનદાર બૉલિંગ કરી છે. હસને 49 વન ડેમાં 80 વિકેટ લીધી છે અને 3વાર 5 વિકેટ ઝડપી છે. ઝડપી બૉલિંગ આક્રમણમાં તે પાકિસ્તાનનું મુખ્ય હથિયાર છે.
10. મોહમ્મદ આમિર
આ ડાબોડી બૉલરને વિશ્વ કપમાં સામેલ ના કરીને પાકિસ્તાને સૌને ચોંકાવી દીધા હતા, પરંતુ ટીમમાં બદલાવ કરીને ફરી આમિરને સામેલ કરવામાં આવ્યો છે. આમિરે 51 વન ડેમાં 60 વિકેટ લીધી છે. તે પોતાની ઝડપી બૉલિંગ માટે જાણીતો છે.
11. વહાબ રિયાઝ
આ ડાબોડી ફાસ્ટ બૉલરને પણ પાછળથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો. વહાબે 79 વન ડેમાં 102 વિકેટ ઝડપી છે અને 2015 વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાનાં શેન વૉટ્સનને નાંખેલો સ્પેલ આજે પણ યાદ કરવામાં આવે છે.
12. હૈરિસ સોહેલ
હૈરિસ સોહેલ મધ્યક્રમનો બેટ્સમેન અને ઑલરાઉન્ડર છે. તેણે 34 વન ડેમાં 2 સદી ફટકારી છે. સોહેલને ત્યારેજ ટીમમાં લેવામાં આવશે જ્યારે શોએબ અથા હફીઝમાંથી એકને અંતિમ 11માંથી બહાર બેસાડવામાં આવે.
13. મોહમ્મદ હસનૈન
ઑસ્ટ્રેલિયા સામે વન ડે સીરીઝથી પદાર્પણ કરનાર યુવા ઝડપી બૉલ હસનૈનાં શાનદાર પ્રદર્શનનાં કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
14. શાદાબ ખાન
34 વન ડેમાં 47 વિકેટ અને 3 અડધી સદી ફટકારનાર શાદાબ ખાન કલાઈને સ્પિનર છે.
15. શાહિન આફ્રિદી
પાકિસ્તાનની ટીમમાં ડાબા હાથનાં બૉલર્સની ફોજ છે. શાહિન આફ્રિદી આ ક્રમમાં ચોથો ખેલાડી છે. તેણે 14 વન ડેમાં 24 વિકેટ ઝડપી છે. હવે જોવું રહેશે કે વિશ્વ કપમાં તે કેવું પ્રદર્શન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: ગમે તે ટીમ પર ભારે પડી શકે છે પાકિસ્તાન, આ 3 બેટ્સમેનની એવરેજ છે 50 ઉપર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/these-15-players-of-pakistan-is-match-winner/
via Best Gujarati News
0 Comments