ઇંગ્લેન્ડ જતા પહેલા જ કોહલીએ જીતી લીધા દિલ, ઇન્ડિયન આર્મી માટે જીતવા માંગે છે વર્લ્ડ કપ
મંગળવારનાં ભારતીય ક્રિકેટ બૉર્ડનાં મુંબઈ સ્થિત મુખ્યાલયમાં પ્રેસ કૉન્ફરન્સમાં વિરાટ કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીએ ભાગ લીધો. આમાં કેપ્ટન કોહલી અને કૉચ રવિ શાસ્ત્રીએ તમામ પ્રશ્નોનાં જવાબ આપ્યા અને વર્લ્ડ કપની તૈયારીઓની ચર્ચા કરી. ત્યારબાદ થોડાક કલાકો પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ રવાના થઈ. મીડિયા સાથે વાત-ચીત દરમિયાન કોહલીએ ઇન્ડિયન આર્મીને પોતાની સૌથી મોટી પ્રેરણા ગણાવી.
આ ભારતીય ટીમને જોઇને સૌને આશા છે કે વિરાટ એન્ડ કંપની ટ્રૉફી પોતાના ઘરે લાવીને ઇતિહાસ રચી દેશે. અત્યાર સુધી ભારતનાં ભાગે ફક્ત 2 ટ્રૉફી છે, જ્યારે ઑસ્ટ્રેલિયા 5વાર વર્લ્ડ કપ જીતી ચુક્યુ છે. ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવા માટે ભારતે 9-9 ટીમો સાથે બાથ ભરવી પડશે. આ ટૂર માટે વિરાટે ભારતીય સેનાને પોતાની પ્રેરણા ગણાવી. પ્રેસ કૉન્ફરન્સમાં આર્મીનો ઉલ્લેખ કરીને વિરાટે એકવાર ફરી કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધા. વિરાટે કહ્યું કે, “તમને ઘણી બધી રીતે પ્રેરણા મળતી રહે છે, પરંતુ મને પ્રેરણા ઇન્ડિયન આર્મીથી મળે છે. જે રીતે ભારતીય સેના દેશની સેવા કરે છે તેની તુલના ના કરી શકાય.”
કેપ્ટન કોહલીએ કહ્યું કે, “જો અમે આ પ્રેરણા સાથે ઇંગ્લેન્ડ જઇએ છીએ તો પછી અમે આર્મી માટે કંઇક કરી શકીએ છીએ. આ માટે અમે અલગ લેવલની સાથે ટૂર્નામેન્ટ રમીશું. જો કે અલગ અલગ ખેલાડી અલગ અલગ રીતે મોટિવેટ થાય છે, પરંતુ જો દરેક ખેલાડી ઇન્ડિયન આર્મીને મગજમાં રાખીને રમશે તો તેમને વધારે શક્તિ મળશે.” આ પહેલા ભારતીય ટીમ આર્મી કેપ પહેરીને ઑસ્ટ્રેલિયા સામે રમી હતી અને ખેલાડીઓએ પોતાની મેચ ફીસ પણ જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનાં પરિવારને આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇંગ્લેન્ડ જતા પહેલા જ કોહલીએ જીતી લીધા દિલ, ઇન્ડિયન આર્મી માટે જીતવા માંગે છે વર્લ્ડ કપ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/virat-kohli-says-indian-army-is-his-motivation-for-cwc-2019-matches/
via Best Gujarati News
0 Comments