દુનિયાભરનાં પ્રશંસકો સુધી વર્લ્ડ કપ પહોંચાડવા માટે આઈસીસીએ મંગળવારનાં પ્રસારણ અને ડિઝિટલ વિતરણ યોજનાની જાહેરાત કરી જેના અંતર્ગત પહેલીવાર અફઘાનિસ્તાનમાં ટૂર્નામેન્ટનું પ્રસારણ થશે. આ યોજના અંતર્ગત આઈસીસીએ પ્રશંસકો સુધી ક્રિકેટની પહોંચને વધારે મજબૂત કરવા ટેલીવિઝન, રેડિયો અને ડિઝિટલ માધ્યમો ઉપરાંત સમાચાર સિનેમા, ફેન પાર્ક અને વિભિન્ન અન્ય મીડિયા ભાગીદારીની જાહેરાત કરી.

આઈસીસીએ પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ 2019નું વૈશ્વિક પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત 25 ભાગીદારો સાથે 200થી વધારે દેશોમાં કરવાનું નક્કી કર્યું છે. ભારતમાં આ ટૂર્નામેન્ટ 7 ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે, જેના માટે સ્ટાર સ્પોર્ટ્સે દુનિયાનાં સર્વશ્રેષ્ઠ કૉમેન્ટેટર્સની ટીમ બનાવી છે. આમાં લગભગ 50 કૉમેન્ટેટર્સ છે. સ્ટાર સ્પોર્ટ્સ ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને મરાઠી ભાષામાં વર્લ્ડ કપનું પ્રસારણ કરશે. આમાંથી 12 મેચોને એશિયાનેટ પ્લસનાં મધ્યમથી મલયાલમમાં પણ પ્રસારિત કરવામાં આવશે.

આ પહેલીવાર હશે જ્યારે અફઘાનિસ્તાનમાં પહેલીવાર ક્રિકેટ વિશ્વ કપનું પ્રસારણ થશે. સરકારી રેડિયો અને ટેલિવિઝન આનું પ્રસારણ કરશે. ભારત અને ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 30 કરોડ દર્શકો સ્ટાર સ્પોર્ટ્સનાં ડિઝિટલ સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ હૉટસ્ટાર પર વર્લ્ડ કપની મેચો જોશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ દેશમાં પ્રથમવાર જોવા મળશે વર્લ્ડ કપ, ભારતમાં 7 ભાષાઓમાં થશે પ્રસારણ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-will-broadcast-in-200-countries/
via Best Gujarati News

0 Comments