આર્થિક સંકટથી ઘેરાયેલાં પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. અમેરિકી ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો સૌથી નીચલા સ્તરે આવી ગયો છે. હવે પાકિસ્તાનના એક રૂપિયાની કિંમત 148 પ્રતિ ડોલરે આવી ગઈ છે. આવનારાં દિવસોમાં પાકિસ્તાનનો રૂપિયો હજુ વધારે તૂટે તેવી સંભાવના છે. આમ થતાં, પાકિસ્તાનમાં મોંઘવારી વધારે ઝડપથી વધવાની આશંકા છે. કેમ કે, પાકિસ્તાન પોતાની જરૂરિયાતથી વધારે કાચું તેલ વિદેશમાંથી ખરીદે છે. પાકિસ્તાનનો રૂપિયો નબળો પડતાં આયાત થતી વસ્તુઓ મોંઘી થઈ જશે.

પાકિસ્તાન અને IMF વચ્ચે કરાર થયા બાદ મળેલાં રાહત પેકેજથી કરન્સી માર્કેટમાં દબાણ વધ્યું છે. કરેન્સી માર્કેટમાં કારોબાર કરનાર ટ્રેડર્સનું કહેવું છે કે, હજુ સુધી સરકાર અને આઈએમએફ વચ્ચે થયેલી ડીલની શરતોનો ખુલાસો થયો નથી. તેવામાં તમામ નિવેશક અને કારોબારીઓની ચિંતામાં વધારો થયો છે. અને એટલાં માટે તે લોકો રૂપિયાને વેચી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાનને આગામી બજેટમાં વીજળી અને ગેસની કિંમતોમાં વધારાની શરતને માનવી પડશે. સરકારને સબસિડી ઘટાડવી પડશે, અને ફક્ત ઊર્જા ક્ષેત્રના ગ્રાહકો પાસેથી 340 અરબ રૂપિયા વસુલવા પડશે. રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતાં પાકિસ્તાનમાં ઓઈલ અને ચીજવસ્તુઓ આયાત કરવી મોંઘી પડશે. જેને કારણે દેશમાં મોંઘવારી વધશે. પાકિસ્તાનનું વિદેશી દેવું 91.8 અરબ ડોલર થઈ ગયું છે. પાંચ વર્ષ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે નવાઝ શરીફે શપથ લીધા બાદ વિદેશી દેવામાં 50 ટકાનો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દેવાળિયા પાકિસ્તાનનો રૂપિયો ‘કડડડભૂસ’, મોંઘવારી પાકિસ્તાનીઓની કમર તોડી નાખશે appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/pakistan-rupee-hits-all-time-low-of-148-against-dollar/
via Best Gujarati News

0 Comments