જેટ એરવેઝ બંધ થયા બાદ ભારતના એવિએશન સેક્ટર માટે વધુ એક માઠા સમાચાર છે. ભારતની સૌથી મોટી અને સફળ વિમાન કંપની ઈન્ડિગોના સંસ્થાપકો વચ્ચે વિવાદ સામે આવ્યો છે. ઈન્ડિગો એરલાઈન રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા સ્થાપિત કરાઈ હતી. હવે આ બંને સંસ્થાપક વચ્ચે સંબંધો વણસ્યા છે. જો તેમના વચ્ચેનો આ વિવાદ નહીં ઉકેલાઈ, તો કંપનીની ફ્લાઈટ્સ પર ખરાબ અસર પડી શકે છે.

જો કે આ મામલે ઈન્ડિગોએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. રાહુલ ભાટિયાને શંકા છે કે, રાકેશ ગંગવાલ ઈન્ડિગોમાં કાંઈ હેરા ફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાટિયાને લાગે છે કે, પોતાની ટીમને લાવીને ગંગવાલ કંપનીમાં પોતાની જગ્યા વધારે મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ બંને પ્રમોટર્સના વિવાદને ઉકેલવા માટે લો ફર્મ કામે લાગી છે. ગત વર્ષે ઈન્ડિગોના અધ્યક્ષ આદિત્ય ઘોષે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ઈન્ડિગોના વરિષ્ઠ અધિકારી સંજય કુમારે પણ કંપનીનો સાથ છોડી દીધો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રોનોજોય દત્તને કંપનીના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

4 ઓગસ્ટ 2006ના રોજ રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ દ્વારા ઈન્ડિગો શરૂ કરવામાં આવી હતી. 15મેના રોજ એરલાઈન કંપનીનું માર્કેટ કેપ 61, 833 કરોડ રૂપિયા હતું. કંપનીનું ડોમેસ્ટિક માર્કેટ 47 ટકા છે. ઈન્ડિગોના પ્રતિદિન 1400 વિમાન ઉડાન ભરે છે. તે સાથે જ કંપનીમાં 225 વિમાન છે. ઈન્ડિગોમાં રાકેશ ગંગવાલ અને તેમના પરિવારની ભાગીદારી 36.69 ટકા છે. તો કંપનીમાં રાહુલ ભાટિયા અને તેમના પરિવારની ભાગીદારી 38.26 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જેટ એરવેઝ બાદ ઈન્ડિગો પણ સંકટમાં, બે સંસ્થાપક વચ્ચેના વિવાદમાં ફસાઈ એરલાઈન appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/crisis-in-indigo-as-promoters-rahul-bhatia-rakesh-gangwal-having-issues/
via Best Gujarati News

0 Comments