ટ્રેડ વોર વચ્ચે અમેરિકાએ ભર્યું વધુ આકરું પગલું, ચીનને આપ્યો વધુ એક ઝાટકો
ચીન સાથે ચાલી રહેલાં ટ્રેડ વોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કંપનીઓને વિદેશમાં બનેલાં દૂરસંચાર ઉપકરણ લગાવતાં રોકવા સંબંધિત એક આદેશમાં સહી કરી દીધી છે. આ ઉપકરણ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. ચીનની મોટી દૂરસંચાર કંપની હુવાવેઈ (Huawei)ને અમેરિકાના નેટવર્કોથી દૂર રાખવાના ઈરાદે આ પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશને કારણે ચીન અને અમેરિકા વચ્ચેનો ટકરાવ હજુ વધશે. બંને દેશો વચ્ચે પહેલેથી જ હુઆવેઈને લઈ વિવાદ ચાલી રહ્યો છે.
અમેરિકાનું માનવું છે કે, હુઆવેઈથી જાસૂસી સાથે સંકળાયેલ ખતરો ઉત્પન્ન થઈ શકે છે. આ આદેશ આગામી દિવસોમાં લાગુ થઈ જશે. આ અંતર્ગત હવે હુઆવેઈને અમેરિકાની ટેક્નોલોજી ખરીદવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવાની જરૂર પડશે. અમેરિકાનના વાણિજ્ય વિભાગના ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરોએ ઘોષણા કરી છે કે, તે હુઆવેઈ ટેકનોલોજી કંપની લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓને એન્ટિટિ લિસ્ટમાં સામેલ કરશે.
ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરો આ લિસ્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિનાં હિતો વિરુધ્ધ કામ કરનાર વિદેશી કંપનીઓ, વ્યક્તિઓ, કારોબાર, સંસ્થા અને સરકારી સંગઠનોને સામેલ કરે છે. વાણિજ્ય વિભાગનો આરોપ છે કે, હુઆવેઈની ગતિવિધિઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના વિરુધ્ધ હતી. આ લિસ્ટમાં સામેલ કંપનીને અમેરિકામાં વેચાણ માટે લાયસન્સની જરૂર પડશે.
વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના સહયોગથી વાણિજ્ય વિભાગના ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરોની આ કાર્યવાહી હુઆવેઈને એન્ટિટિ લિસ્ટમાં સામેલ કરશે. હુઆવેઈ દુનિયાની સૌથી મોટી દૂરસંચાર ઉપકરણ નિર્માતા કંપની છે. રોસે કહ્યું કે, આ પગલું વિદેશી સ્વામિત્વવાળા યુનિટને અમેરિકી ટેક્નોલોજીનો એ રીતે ઉપયોગ કરતાં અટકાવશે, જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતોને સંભવિત રીતે નબળું કરી શકે છે. તેઓએ કહ્યું કે, ટ્રમ્પના નિર્દેશ પર આ પગલું ભરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રેડ વોર વચ્ચે અમેરિકાએ ભર્યું વધુ આકરું પગલું, ચીનને આપ્યો વધુ એક ઝાટકો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/us-president-trump-puts-huawei-on-export-blacklist/
via Best Gujarati News
0 Comments