નિફ્ટીએ ફટકારી સદી, સેન્સેક્સ 37400ની સપાટીએ બંધ
વીકલી એક્સપાયરીના દિવસે માર્કેટમાં આજે ભારે ખરીદારી જોવા મળી રહી છે. આજે નિફ્ટીએ 100 પોઈન્ટથી વધારે ઉછાળો મારતા 11250ની ઉપર જઈ પહોંચ્યો છે. તો સેન્સેક્સમાં 280 પોઈન્ટના ઉછાળા સાથે ભારે ઉછાળો નોંધાયો છે.
બેન્ક શેરોમાં પણ આજે સારી ખરીદારી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 300 પોઈન્ટથી વધારે દોડી રહ્યો હતો. ટાટા કેમિકલ્સે આજે જોરદાર રિટર્ન આપ્યુ છે. તો ટાટા ગ્લોબલે પણ 10 ટકાના ઉછાળા સાથે 5 મહિનાની ઉંચાઈ પર પહોંચવામાં સફળતા મેળવી છે.
આ બાજુ પ્રમોટર્સના ઝઘડાઓના વહેતા થયેલા સમાચારોના કારણે ઈન્ડીગોમાં વેચવાલી જોવા મળી હતી. આ શેરો આજે 6 ટકાથી વધારે તૂટ્યાં હતા. ફાર્મા શેરોમાં જોરદાર ધોવાણ થયુ છે. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.5 ટકા નીચે ગગડ્યો છે.
વોકહાર્ટ આજે 2012 પછી સૌથી નીચલી સપાટીના સ્તરે પહોંચ્યો છે. જો કે કાલે ભારે ઘટાડા બાદ આજે મેટલ શેરોમાં બાઉન્સ બેક જોવા મળી છે. ફ્યુચર્સમાં તમામ 9 મેટલ શેરોમાં તેજી જોવા મળી છે.
આજના કારોબારમાં સેન્સેક્સમાં 30 શેરોમાં 22 શેરોમાં ખરીદારી જોવા મળી છે. તો નિફ્ટીના 50 શેરોમાં 37 શેરો લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યા છે. જ્યારે બેન્ક નિફ્ટીમાં 12માંથી 8 શેરોમાં ખરીદારી જોવા મળી છે.
બેન્કીંગ શેરોમાં ખરીદારીના કારણે બેન્ક નિફ્ટી 0.83 ટકાના વધારા સાથે 28855.30ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યુ છે. નિફ્ટીના પીએસયૂ બેન્ક ઈન્ડેકસ 0.41 ટકા, પ્રાઈવેટ બેન્ક ઈંડેક્સ 0.66 ટકાના વધારા સાથે બંધ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નિફ્ટીએ ફટકારી સદી, સેન્સેક્સ 37400ની સપાટીએ બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/nifty-closed-sensex-closes-to-37400/
via Best Gujarati News
0 Comments