ખુશખબર! હવે અઠવાડિયાના સાત દિવસ અને 24 કલાક પૈસા ટ્રાન્સફર કરી શકાશે, RBI લાવશે આ નિયમ
હવે પૈસા ટ્રાન્સફર કરવા વધારે સરળ બનશે, અને આ સુવિધા અઠવાડિયાના સાત દિવસ અને 24 કલાક મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સુવિધા શરૂ કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. જે અંતર્ગત નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) મારફતે આ સુવિધા મળશે. RBIએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઈન ઈન્ડિયા: Vision 2019-2021 દસ્તાવેજમાં આ પ્રસ્તાવ કર્યો છે. આ ઉપરાંત આરબીઆઈ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RGTS)માં ગ્રાહકના વ્યવહારો માટે ઉદ્યોગની તૈયારીઓ અને ગ્રાહકની માગને આધારે વિસ્તાર કરવાની સંભાવનાને પણ તપાસશે.
આરબીઆઈએ કહ્યું કે, NEFTનો સમય વધારતાં પહેલાં એક ટેસ્ટ કરવો જરૂરી છે. અત્યારે NEFTમાં રવિવારે, મહિનાના બીજા અને ચોથા શનિવારે અને બેંક હોલિડે પર ટ્રાન્જેક્શન કરી શકતા નથી. કામકાજના દિવસોમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે NEFTનો ઉપયોગ સવારે 8 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યા સુધી થઈ શકે છે. જ્યારે શનિવારે આ સમય સવારે 8થી બપોરના 1 વાગ્યા સુધીનો હોય છે.
અત્યારે કસ્ટમર એક દિવસમાં NEFT મારફતે 1 લાખથી 25 લાખ રૂપિયા સુધીની રકમ નેટ બેકિંગ મારફતે ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે RGTS મારફતે એક દિવસમાં 2 લાખથી લઈ 25 લાખ રૂપિયા સુધીની રકમ નેટ બેન્કિંગનો ઉપયોગ કરી મોકલી શકાય છે. કસ્ટમર ઓનલાઈન IMPS સેવા મારફતે અઠવાડિયામાં સાત દિવસ, 24 કલાક ક્યાંય પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પણ તેના માટે અધિકત્તમ 2 લાખ રૂપિયા સુધીની રકમ જ ટ્રાન્સફર કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ખુશખબર! હવે અઠવાડિયાના સાત દિવસ અને 24 કલાક પૈસા ટ્રાન્સફર કરી શકાશે, RBI લાવશે આ નિયમ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/rbi-suggests-24x7-money-transfer-by-neft/
via Best Gujarati News
0 Comments