1 જૂનથી હેલ્મેટ નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ, આ શહેરોમાં લાગુ થશે નિયમ
રોડ એક્સિડેન્ટ પર લગામ લગાવવાના ઉદ્દેશથી ઉત્તરપ્રદેશના નોઈડા અને ગ્રેટર નોઈડા પ્રશાસને ટ્રાફિક નિયમો કડક બનાવવા જઈ રહી છે. ટુ વ્હીલર પર હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ આપવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. નવા નિયમ માટે જિલ્લા અધિકારીએ તમામ પેટ્રોલ પંપ સંચાલતો અને સંબંધિત વિભાગોને નોટિફિકેશન જારી કરી દીધું છે. નવા નિયમને લાગુ કરતાં પહેલાં 5 દિવસ સુધી જાગરુકતા અભિયાન ચલાવાશે.
જિલ્લા અધિકારી બૃજેશ નારાયણ સિંહે જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોની સાથે એક બેઠક કરી નવા નિયમ અંગે તમામને જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં નવા નિયમને કડકાઈથી પાલન કરવા માટે નિર્દેશ કર્યો હતો.
આ ઉપરાંત તેઓએ પેટ્રોલ પંપના માલિકોને સીસીટીવી લગાવવા માટે આદેશ કર્યો હતો. જેથી હેલ્મેટ વગર પેટ્રોલ પુરાવવા આવતાં લોકોની તસવીર લઈ શકાય . અને બાદમાં કોઈ વિવાદની સ્થિતિમાં સીસીટીવી કેમેરાની મદદ લઈ શકાય.
1 જૂનથી નવો નિયમ લાગુ કરતાં પહેલાં 5 દિવસ સુધી અવેરનેસ કેમ્પેઈન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં રોડ એક્સિડેન્ટ વિશે લોકોને જણાવવામાં આવશે અને હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે પણ લોકોને માહિતી આપવામાં આવશે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં થનાર મોતમાં સૌથી વધુ મોત હેલ્મેટ પહેર્યા વગરનાં લોકોની થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 1 જૂનથી હેલ્મેટ નહીં પહેરો તો નહીં મળે પેટ્રોલ, આ શહેરોમાં લાગુ થશે નિયમ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/no-helmet-no-petrol-for-two-wheeler-riders-from-june-1/
via Best Gujarati News
0 Comments