રાત્રિના સમયે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફર ઊંઘમાં મસ્ત હોય ત્યારે તેમનું સ્ટેશન જતું રહ્યું હોય છે. કે પછી, સ્ટેશન ન નીકળી જાય તેની ચિંતામાં યાત્રી રાતભર ઊંઘતા નથી. પણ હવે આ સમસ્યામાંથી રેલ્વે તંત્ર છૂટકારો આપવા જઈ રહ્યું છે. હવે તમારું સ્ટેશન આવતાં જ રેલ્વે તમને કોલ કે મેસેજ કરીને ઊઠાડશે અને તમારા સ્ટેશન અંગે સૂચના આપશે.

ભારતીય રેલ્વેએ મુસાફરોના સફરને આરામદાયક બનાવવા માટે આ સેવા શરૂ કરી છે. આ સર્વિસને ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સર્વિસ નામ આપવામાં આવ્યું છે. આ સર્વિસમાં મુસાફરોને તેમના સ્ટેશન આવવા પર ફોન કરીને કે પછી એસએમએસ મોકલીને સૂચના આપવામાં આવશે, કે જેથી મુસાફરોને યાત્રા દરમિયાન ઊંઘ બગડે નહીં, કે પછી સ્ટેશન છૂટી જવાની ચિંતા ન રહે.

ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપમ એલાર્મ સર્વિસમાં મુસાફરને સ્ટેશન આવવાના અડધો કલાક પહેલાં માહિતી આપી દેવામાં આવશે. પુછતાછ સેવા પર IVRને આ સુવિધાને જોડી દેવાતાં એલાર્મ સેવા શરૂ કરવામાં આવી છે. કસ્ટમર કેરના પ્રતિનિધિથી 139 નંબર પર મુસાફર વાત કર શકશે અને એલર્ટની સુવિધા પણ લઈ શકશે.

કેવી રીતે એક્ટિવ કરશો આ સર્વિસ?
સ્ટેશન એલાર્મ સર્વિસ માટે યાત્રીએ પોતાના ફોન નંબર 139 નંબર પર કોલ કે SMS કરવાનો રહેશે. કોલમાં પહેલાં ભાષાની પસંદગી કરો. બાદમાં ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવો. પછી તમને 10 આંકડાનો PNR નંબર નાખવો પડશે. જેને ડાયલ કર્યા બાદ કન્ફર્મ કરવા માટે 1 ડાયલ કરવું પડશે. સિસ્ટમ પીએનઆર નંબર વેરિફિકેશન કરીને મનગમતાં સ્ટેશન માટે એલર્ટ ફીડ કરી દેશે.

જે બાદ તમારા ફોન પર કન્ફર્મેશનનો એક મેસેજ આવશે. અને તમારા સ્ટેશન આવતાં પહેલાં તમને ફોન કરવામાં આવશે. પ્રતિ એલર્ટ મેસેજનો ચાર્જ 3 રૂપિયા લાગશે. ફોન કોલ માટે પણ ચાર્જ લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રેનમાં હવે ઘસઘસાટ ઊંઘીને કરો મુસાફરી, રેલવે જ ભરવા જઈ રહી છે આ પગલું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/railway-to-wake-up-the-passenger-by-calling-before-the-station/
via Best Gujarati News

0 Comments