ગુરૂવારે બમ્પર વધારા સાથે બંધ થયા પછી શુક્રવારે પણ શેર માર્કેટ તેજી સાથે ખુસ્યુ હતુ. બીએસઈએ આજે સવારે 100.94 પોઈન્ટની તેજી સાથે 37,494.42 જ્યારે નિફ્ટી 4.8 પોઈન્ટની તેજી સાથે 11261.90 પર ખુલ્યો હતો.

કારોબાર ખુલતાની સાથે જ બીએસઈ પર 38 કંપનીઓમાં લેવાલી જ્યારે 16 કંપનીઓમાં વેચવાલી જોવા મળી રહી હતી. તો નિફ્ટીની 34 કંપનીઓમાં લેવાલી અને 15 કંપનીઓના શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી.

ગ્લોબલ સંકેતોની વાત કરીએતો એશિયાઈ બજારોમાં મજબૂતી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પણ SGX નિફ્ટીમાં સુસ્ત કારોબાર થઈ રહ્યો છે. ગઇ કાલે અમેરિકી બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી હતી. વોલમાર્ટના સારા પરિણામોએ બજારને સહારો આપ્યો. બેન્કીગ શેરોનું પણ સારૂ પ્રદર્શન રહ્યુ.

એપ્રિલમાં હાઉસિંગના આંકડાઓ આશા કરતા વધારે સારા રહ્યા. આ તમામ વચ્ચે મધ્યપૂર્વ દેશો વચ્ચે તણાવ વધવાથી કાચા ઈંધણની કિંમતમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ 73 ડૉલર પર પહોંચી ગયો હતો.

આ તમામ ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમા આજે તેજી જોવા મળી રહી છે. આજે સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સ્મોલકેપ ઇન્ડેક્સ 0.45 ટકાના વધારા સાથે 13880 સ્તર પર નજર આવી રહ્યો છે. મિડકેપ ઇન્ડેક્સ 0.36ના વધારા સાથે 14,205ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ક્રુડ ઓયલમાં આવેલા ઉછાળાથી તેલ અને ગેસ શેરોમાં આજે કડાકો થયો છે. બીએસઈનો ઓયલ ઈન્ડેક્સ 0.45 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11300ની સપાટી પર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/nifty-crosses-11300-sensex-jumped-more-than-150-points/
via Best Gujarati News

0 Comments