બેંક ખાતામાં રાખો રૂપિયા 342, નહિંતર થઈ શકે છે લાખો રૂપિયાનું નુંકશાન
કેન્દ્ર સરકારની બે યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના લીધી છે તો તમારે તમારા બેંક ખાતામાં રૂ. 342 રાખવા પડશે. 31મી મે સુધી આ બેલેન્સ નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે. PMJJBY અને PMSBY અંતર્ગત વીમાની સુવિધા મળે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અંતર્ગત કુલ ચાર લાખનો વીમો મળે છે. PMJJBYમાં 55 વર્ષની ઉંમર સુધી લાઇફ કવર મળે છે. કોઈ કારણસર વીમો લેનાર વ્યક્તિનું મોત થઈ જાય છે તો તેને રૂ. બે લાખનું કવર મળે છે. આ યોજના દર વર્ષે રિન્યૂ થાય છે. આનું વાર્ષીક પ્રિમિયમ રૂ. 330 છે. 18થી 55 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ વીમાનો લાભ લઈ શકે છે.
તો PMSBY અંતર્ગત વીમો લેનાર વ્યક્તિનું અકસ્માતમાં મોત થવા પર અથવા સંપૂર્ણ રીતે વિકલાંગ થવા પર રૂ. 2 લાખનો દુર્ઘટના વીમો મળે છે. હંમેશ માટે આંશિક વિકલાંગ થવાના કેસમાં રૂ. 1 લાખનું વીમા કવર મળે છે. 12 વર્ષથી 70 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક તેનો લાભ લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 12 છે.
PMJJBY અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ મે મહિનામાં કપાય છે. PMJJBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 330 અને PMSBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 12 છે. બંને વીમા માટે રૂ. 342 ચુકવવા પડે છે. જો મે મહિનાના અંતમાં તમારા ખાતામાં આટલું પ્રિમિયમ જમા નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બેંક ખાતામાં રાખો રૂપિયા 342, નહિંતર થઈ શકે છે લાખો રૂપિયાનું નુંકશાન appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/premium-for-pmjjby-and-pmsby-due-on-31-may/
via Best Gujarati News
0 Comments