વોટ્સએપમાં હાલમાં આવેલ વાયરસ શું છે? તેનાથી કેવી રીતે બચશો?
એક વાયરસે વોટ્સએપ યુઝર્સની ઊંઘ હરામ કરી દીધી છે. ખુલાસો થયો છે કે, વોટ્સએપની એક ખામીનો ફાયદો ઉઠાવી હેકિંગ ટીમે લોકોની કોલ સાંભળવા માટે યુઝર્સના ફોનમાં એક સ્પાઈવેર નાખી દીધો હતો. વોટ્સએપને આ ખામી અંગે જાણકારી મળતાં, તેણે પોતાની એપને અપગ્રેડ કરી દીધી છે. વોટ્સએપે દુનિયાના તમામ યુઝર્સને પોતાની એપ અપડેટ કરી દેવા માટે જણાવ્યું છે. અમે તમને જણાવીશું કે, આ સ્પાઈવેર ક્યાંથી આવ્યો, કયા હેકિંગ ગ્રૃપે તેને યુઝર્સના વોટ્સએપમાં નાખવાનું કામ કર્યું અને તેનાથી કેટલાં લોકો પ્રભાવિત થયા? અને આ સ્પાઈવરે તમારા કયા-કયા ડેટા સુધી પહોંચી શકે છે.
આ ખામીને કારણે દુનિયાભરના 1.5 અરબ વોટ્સએપ યુઝર્સ પ્રભાવિત થયા છે. આ ખામીએ હેકર્સને લોકોનાં મોબાઈલમાં એક વ્યાવસાયિક ઈઝરાયલી સ્પાઈવેર ઈન્સ્ટોલ કરવા માટે મંજૂરી આપી દીધી. હેકર્સે ખામીનો ફાયદો ઉઠાવતાં લોકોનાં મોબાઈલમાં સ્પાઈવેર નાખી દીધો. આ વાયરસ એક સર્વિલેન્સ સોફ્ટવેર હતું. જેને એપથી કોલ ફીચરનો ઉપયોગ કરતાં iOS અને Android બંને પ્રકારનાં સ્માર્ટફોનમાં નાખવામાં આવ્યું હતું. આ વાયરસને ઈન્સ્ટોલ કર્યા બાદ હેકર્સને લોકોની પર્સનલ ઈન્ફોર્મેશન, ઈમેઈલ, કોન્ટેક્ટ્સ, કેમેરા, લોકેશન અને માઈક્રોફોન સુધીની તમામ માહિતી મળી ગઈ હતી.
આ વાયરસને હેકર્સ કોઈ પણ યુઝરને કોલ કરીને તેનાં મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી શકે છે. યુઝર કોલ રિસીવ ન કરે તો પણ આ વાયરસ મોબાઈલમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. એટલે કે, એક મિસ કોલથી પણ યુઝરના મોબાઈલમાં વાયરસ ઈન્સ્ટોલ કરી શકાય છે. મોબાઈલમાં સ્પાઈવેર નાખી દીધા બાદ ફોનમાં ઈનકમિંગ કોલનો લોગ ડિલીટ થઈ જાય છે, જેનાથી લોકોને ખબર પણ નથી પડતી કે, તે આ વાઇરસની ચપેટમાં આવી ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સ્પાઈવેરતી યુઝર્સના એક સિલેક્ટેડ ગ્રૃપને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વાયરસ પાછળ ઈઝરાયલના NSO ગ્રૃપનું નામ સામે આવ્યું છે.
આ એટેક સાથે સંકળાયેલું NSO ગ્રૃપ ઈઝરાયલની એક સાયબર ઈન્ટેલિજન્સ કંપની છે. આ કંપનીનું ફ્લેગશીપ પ્રોડ્કટ Pegasus છે, જે મેલવેયરનો એક ભાગ છે. તે ફક્ત એક ક્લિકથી હેકર્સને ફોનમાં રાખેલાં તમામ પ્રકારનાં ડેટા સુધી પહોંચવા માટે રસ્તો કરી આપે છે. દુનિયાના 45થી વધુ દેશોમાં Pegasusનો ઉપયોગ કરવામાં આવે છે.
વોટ્સએપે કહ્યું કે, એક એડવાન્સ સાયબર એટેક મારફતે અમુક સિલેક્ટેડ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલો એક પ્રાઈવેટ કંપની સાથે જોડાયેલો હતો. જે એક દેશની સરકાર સાથે કામ કરે છે અને તેના સમર્થનથી મોબાઈલ ફોન ઓપરેટિંગ સિસ્ટમમાં સ્પાઈવેર નાખે છે. એક્સપર્ટના કહેવા મુજબ, વોટ્સએપને અનઈન્સ્ટોલ કરી ફરીથી ઈન્સ્ટોલ કરવું વધારે યોગ્ય છે. સાથે એક્સપર્ટે યુઝર્સને પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અપ ટુ ડેટ રાખવા માટે સલાહ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વોટ્સએપમાં હાલમાં આવેલ વાયરસ શું છે? તેનાથી કેવી રીતે બચશો? appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/all-you-need-to-know-about-the-whatsapp-hack-how-to-secure-app/
via Best Gujarati News
0 Comments