આપણને ખબર છે કે ગૂગલ મેપ દ્વારા ધરતીથી 20,000 કિલોમીટર ઊંચે અવકાશમાં 30 ઉપગ્રહ ગોઠવ્યા છે. આ ઉપગ્રહો અવકાશમાં સતત ઘૂમતા રહે છે અને પૃથ્વીના દરેક વિસ્તારના ફોટોગ્રાફ લેતા રહે છે તેને પોતાની પાસેના નકશામાં અક્ષાંશ રેખાંશના આધારે ગોઠવીને નકશો અપડેટ કરતા રહે છે.

આ માટે દરેક ઉપગ્રહ સતત નવા ફોટોગ્રાફ લેતો રહે છે. એના નકશામાં આખા જગતના બધા જ શહેરોના બધાજ રસ્તાઓ દોરાયેલા છે. એ રસ્તાઓ ઉપર આવતા મકાનો, દુકાનો, ધર્મસ્થાનો, હોસ્પિટલ, સિનેમાઘર, શોપિંગ મોલ વગેરે મહત્વના બધા જ બાંધકામો પણ નોંધાયેલા છે. કેમેરામાં ઝડપાયેલા ફોટોગ્રાફમાં જૂના કરતાં ફેરફાર જણાય તો ગૂગલ મેપ એ ફેરફાર પોતાના નકશામાં ઉમેરી લે છે.

આપણે ગમે તે વાહન ચલાવતા હોઈએ, આપણી પાસે સ્માર્ટ ફોન હોય જ છે. એમાં જીપીએસ સિસ્ટમ મોટેભાગે ચાલુ જ હોય છે. એટલે આપણા ફોનમાંથી રેડિયો સંકેત સતત બીપ…બીપ… તરીકે હવામાં રેલાતા રહે છે અને અવકાશમાં ઉપગ્રહ સુધી પહોંચી જાય છે. ઉપગ્રહ એને અલગ રંગના ટપકાં રૂપે નોંધે છે. દરેક વખતે આવતા નવા સિગ્નલને અગાઉના સિગ્નલ સાથે ઉપગ્રહનું કમ્પ્યૂટર સરખાવતું રહે છે. અને નવું સિગ્નલ નકશામાં ક્યાં છે એ ફરી નોંધતું રહે છે.

આપણા મોબાઈલનું ટપકું કઈ દિશામાં કેટલું ખસ્યું એની ઉપગ્રહને ખબર પડી જાય છે. એ રીતે આપણે કઈ દિશામાં કેટલી ઝડપે આગળ વધી રહ્યા છીએ એની ઉપગ્રહને ખબર પડી જાય છે. આગળ કેટલા કિલોમીટર રસ્તો બાકી છે એ ઉપગ્રહને ખબર જ હોય છે. આપણી ઝડપે એટલા કિલોમીટર કેટલીવારમાં કપાશે એ ઉપગ્રહ ગણી લે છે. એ રીતે ગૂગલ મેપ કહી આપે છે કે તમે તમારા સ્થાને કેટલા કલાક, કેટલી મિનિટમાં પહોંચશો!

તમારા ફોનમાં જીપીએસ ચાલુ કે બંધ કરવાનું બટન હોય છે. તમારે ગૂગલ મેપની મદદ જોઈતી હોય તો જીપીએસ ચાલુ કરવું પડે. જેટલા જીપીએસ ચાલુ હોય એ બધાના સંકેત આ ૩૦ ઉપગ્રહો સતત ઝિલતા રહે છે અને સંકેત મોકલીને ઝીલવાનું કામ ચાલુ રાખે છે. એ રીતે આખા જગતના વાહનો ક્યાં છે અને કઈ કઈ દિશામાં કેટલી સ્પીડે જઈ રહ્યા છે એ ગૂગલ મેપ ઉપર મેચ કરીને ટપકાં તરીકે ઉપસાવતા રહે છે.

આ કરોડો ટપકાંઓ પર એક વિશેષ કમ્પ્યૂટર નજર રાખે છે. એમાંથી જ ઉપગ્રહને માહિતી મળે છે કે અત્યારે કયા રોડ ઉપર કઈ જગ્યાએ કેટલાં વાહનો છે. એના આધારે ગૂગલ મેપ કહેતું રહે છે કે ફલાણા રોડ ઉપર આગળ ભારે ટ્રાફિક છે કે પછી સાવ હળવો ટ્રાફિક છે.

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા – makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જાણો ગૂગલ મેપ આપણી સ્પીડ અને ટ્રાફિક શી રીતે જાણી લે છે ? appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/know-how-google-map-measures-our-speed-and-traffic/
via Best Gujarati News

0 Comments