ચીનની સ્માર્ટફોન બ્રાન્ડ આઈટેલે પોતાના પ્રોડ્કટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતાં ભારતીય બજારમાં એક નવો સ્માર્ટફોન Itel A46 લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રાખી છે.

કંપનીએ આ સ્માર્ટફોન માટે રિલાયન્સ જિઓ સાથે ભાગીદારી કરી છે. જેને કારણે યુઝર્સને 50GB સુધી 4G ડેટા મળશે. અને આ સાથે 198 અને 299 રૂપિયાના રિચાર્જ પર 1200 રૂપિયાનું કેશબેક પણ મળશે.

Itel A46ના સ્પેસિફિકેશન

Itel A46 સ્માર્ટફોનમાં 5.45 ઈંચની ફૂલસ્ક્રીન એચડી+આઈપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1440X720 પિક્સલ છે. સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 9 પાઈ વર્ઝન છે. ફોનમાં 1.6GHz ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનમાં 2GBની રેમ સાથે 16GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડ વડે મેમરીને 128GB સુધી વધારી શકાય છે. ફોનનું બીજું એક વેરિએન્ટ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં 1GB રેમ સાથે 16GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

જો વાત કરીએ ફોટોગ્રાફીની તો, આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ફોનમાં 8 મેગાપિક્સલનો પ્રાઈમરી સેંસર અને એક VGA AI કેમેરો છે. તો સેલ્ફી માટે ફોનમાં એલઈડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

ફોનને પાવર આપવા માટે 2400mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન ડ્યુલ ટોન કલર- ગ્રેડિયન્ટ ડાયમંડ ગ્રે, રેડ, નિયોન વોટર અને ડાર્ક વોટર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 5000ની કિંમતમાં લોન્ચ થયો આ સ્માર્ટફોન, ત્રણ કેમેરા સાથે છે બિગ સ્ક્રીન appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/itel-a46-smartphone-with-dual-rear-camera-launched-in-india/
via Best Gujarati News

0 Comments