શું પાર્થ સમથાન અને ઇરીકા વચ્ચે કશુંક ચાલી રહ્યું છે?
કસોટી ઝિંદગી કીમાં પ્રેરણાની ભુમીકા ભજવતી ઇરીકા હાલમાં પાર્થ સમથાનને ડેટ કરી રહી હોવાની વાતો ખૂબ સાંભળવા મળી રહી છે. જો કે હજી આ બંનેએ પોતાના સંબંધ વિશે મગનું નામ મરી તો નથી જ પાડયું પણ હાલમાં જ ઇરીકાનો જન્મદિવસ સેલીબ્રેટ કરવા માટે પાર્થ અને ઇરીકા બંને મુંબઇથી મસૂરી પહોંચ્યા હતાં. જ્યાં બંનેએ એકબીજા સાથે ક્વોલીટી ટાઇમ પસાર કર્યો હતો. પાર્થે ખૂબ જ સારી રીતે ઇરીકાનો જન્મદિવસ સેલીબ્રેટ કર્યો હતો. આ બધું જોતા લાગી રહ્યું છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અલબત્ત અત્રે ઉલ્લેખનીય છે કે પાર્થ સમથાનનું નામ આ પહેલા ડાયરેક્ટર એક્ટર વિકાસ ગુપ્તા સાથે પણ જોડાઇ ચુક્યુ છે. પાર્થ વિકાસનો ગે પાર્ટનર હોવાની વાતો પણ ઘણી સાંભળવા મળી ચુકી છે. થોડા સમય પહેલા વિકાસ અવારનવાર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર બંનેના હોટ ફોટા શેર કરતો રહેતો. બંને એકબીજાની નજીક હોય તેવા ફોટા પણ વિકાસે શેર કર્યા જ છે. ત્યારે સવાલ એ થાય કે શું પાર્થ ઇરીકા સાથે સાચે જ ડેટ કરી રહ્યો છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શું પાર્થ સમથાન અને ઇરીકા વચ્ચે કશુંક ચાલી રહ્યું છે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/what-parth-sethan-and-erika/
via Best Gujarati News
0 Comments