ટેલીવીઝન એક્ટર કરણ ઓબેરોય અને પૂજા બેદી એક દાયકાથી મિત્ર છે. આ મિત્રતામાં ક્યારેય ઓટ નથી આવી. હવે જ્યારે કરણ ઉપર એક અજાણી સ્ત્રીએ લગ્ન કરવાનો વાયદો કરીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે, ત્યારે પૂજાએ તાજેતરમાં જ મીડિયાને જણાવ્યુ હતું કે મને સમજણ નથી પડતી કે અમુક મહિલાઓ પોતાને મળતા લાભનો ગેરફાયદો કેમ ઉઠાવતી હોય છે. વધુમાં પૂજા બેદીએ જણાવ્યુ હતું કે મેં તે છોકરી અને કરણની ચેટ વાંચી છે. તેમાં સ્પષ્ટપણે તે છોકરીએ લખેલું હતું કે આપણે આગળના ભવિષ્યની અને લગ્નની ચિંતા કર્યા વગર શારીરીક સંબંધ બનાવી શકીએ? મારા શરીરને આની જરૂર છે. તેથી તું મને જણાવજે કે તારે શું જોઇએ છે. તેની આ ચેટ ઉપરથી ખ્યાલ આવે કે આ એકતરફી પ્રેમ હતો અને તે છોકરી હવે કરણ ઉપર સાવ ખોટો આરોપ લગાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજાના જીવનમાં પણ અનેકવાર આવી કોન્ટ્રોવર્સી થઇ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કરણ ઓબેરોય ઉપર રેપના આરોપને નકારતી મિત્ર પૂજા બેદી   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/karan-oberoi-up-rap-accused/
via Best Gujarati News

0 Comments