દિશા જ દયા તરીકે પડદે દેખાશે?
ખુદ દિશાએ આપી હિન્ટ
દિશા વાકાણી મેટરનીટી લિવ ઉપર ગઇ ત્યારથી જ તારક મહેતામાં તેને મિસ કરવામાં આવી રહી હતી. ખાસ્સો સમય મેટરનીટી લીવ ભોગવી લીધા બાદ દિશા ક્યારે પાછી આવશે તેની રાહ સૌ કોઇ જોઇ રહ્યા હતાં. પણ અમુક સમય સુધી દિશા તરફથી કોઇપણ કમબેકના સમાચાર ન આવતાં ખુદ પ્રોડક્શન હાઉસે દિશાનો સંપર્ક કર્યો અને પછી અનેક અફવાઓના વમળ ઉડયા હતા. હવે જાણવા મળ્યુ છે કે ફરી વાર દિશાએ અસીત મોદી અને તારક મહેતાના પ્રોડક્શન હાઉસનો સંપર્ક કર્યો છે. આ બંને સમાચાર ઉપરથી એક તારણ એ નીકળે કે દિશા પાછી ફરી રહી છે. એટલું જ નહી દિશાએ હાલમાં જ તારક મહેતાની પત્ની બનતી અંજલી સાથે પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. તો હવે જોવું રહ્યું કે સાચે જ દિશા પાછી આવશે કે આ પણ એક અફવા જ કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દિશા જ દયા તરીકે પડદે દેખાશે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/direction-like-kindness-as-curtains-appear/
via Best Gujarati News
0 Comments