ભારતી સિંઘ અને તેનો પતિ હર્ષ ખતરા ખતરા ખતરા નામના કોમેડી શોમાં જોવા મળી રહ્યાં છે. આ શોમાં ભારતી અને હર્ષની સાથે બીજા પણ અનેક સેલેબ્સ તેમને જોઇન કરતાં હોય છે. તાજેતરમાં જ સેટ ઉપર ભારતીને અચાનક ઉલટી થવા લાગી હતી અને તેની તબીયત બગડી ગઇ હતી. આ પછી એવી વાતો ફેલાવા લાગી હતી કે ભારતી ગર્ભવતી છે. જો કે ખુદ ભારતીએ આ તમામ વાતો ઉપર પોતાનું નિવેદન આપતાં જણાવ્યુ હતું કે મારે અને હર્ષને બાળક જોઇએ છે પણ હજી હમણાં નહી. હજી અમે જીવનને થોડું એકલા માણવા માગીએ છીએ. અમે બાળકનું પ્લાનિંગ લગભગ નવેમ્બર મહિનાથી કરીશું. મારું વજન વધારે હોવાને કારણે હું ગર્ભવતી છું એવી અફવાઓ અનેકવાર ઉડતી રહે છે, પણ ખરેખર આ વાત અફવા જ હોય છે. કેમ કે જો હું ગર્ભવતી થઇશ તો ચોક્કસથી મારા ફેન્સને જણાવીશ. હાલ તો મારી તબીયત ખરાબ હોવાથી અને પેટમાં ગડબડ થઇ ગઇ હોવાથી ઉલટી થઇ હતી. બાકી વિશેષ કોઇ જ નવા સમાચાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શું ભારતી ગર્ભવતી છે? હર્ષ પિતા બનવાનો છે?   appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/what-bharti-pregnant-is-glee/
via Best Gujarati News

0 Comments