આર.કે. સ્ટુડિયોને મિસ કરી રહી છે કરીના અને બહેન કરીશ્મા
રાજ કપૂરે જે સ્ટુડીયોને જીવ રેડીને બનાવ્યો હતો તે આર. કે. સ્ટુડીયો હવે કપૂર પરિવારનો નથી રહ્યો. તેને વેચી નાખવામાં આવ્યો છે. કપૂર પરિવારના આ નિર્ણય અંગે બહુ બધા લોકોએ નારાજગી જતાવી હતી. પોતાના પિતાના આ સ્ટુડીયોને વેચવા બદલ કપૂર પરિવારે ખૂબ ટીકા સહન કરવી પડી. આ અંગે કરીના દુખ વ્યક્ત કરતાં કહે છે કે અમને પણ આર.કે. સ્ટુીડયો વેચાયો તેનું દુખ છે, પણ આ કરવું પડે તેમ જ હતું. અમે અમારું બાળપણ તેમાં વિતાવ્યુ છે. તેથી તેને કાંઇ થાય તો અમને તકલીફ સો ટકા થાય જ. પણ અમુક પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી. અને વાત રહી આર.કે.ના વારસાને આગળ વધારવાની, તો મને લાગે છે કે હું અને કરીશ્મા અમારા કામ થકી તેને ખૂબ આગળ લઇ ગયા છીએ. હાલ આ ધરોહરને નિરંતર આગળ વધારવાનું કાર્ય રણબીર કરી રહ્યો છે. અમારાં સંતાનો પણ તે ધરોહરને આગળ ધપાવશે. પણ મને લાગે છે કે અમારે આ બધું કરવા માટે સ્ટુડીયોની કોઇ જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આર.કે. સ્ટુડિયોને મિસ કરી રહી છે કરીના અને બહેન કરીશ્મા appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/r-k-studio-miss-kar-r/
via Best Gujarati News
0 Comments