પ્રિયા પ્રકાશ વોરીઅર તેના અમુક સેકન્ડોના એક વિડિયોથી જ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ હતી. તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ જ વિડિયોમાં તેની સાથે દેખાતા રોશન અબ્દુલ્લા સાથે પ્રિયા ડેટ કરતી હોવાની વાતો ઘણા સમયથી ઉડી રહી છે. બંને એકબીજા સાથે જાહેરમાં ઘણીવાર જોવા મળી ચુક્યાં છે. આ અંગે અનેકવાર પ્રિયા અને રોશન સામે સવાલો થઇ ચુક્યા છે પણ બંનેએ હંમેશા પોતાના સંબંધોને નકારી દિધા હતાં. હવે પહેલીવાર પ્રિયાએ આ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે જ્યારે બે સમવયસ્ક, અને બિનઅનુભવી હીરો-હિરોઇન એક જ ફિલ્મમા કામ કરતાં હોય ત્યારે તેમની લાગણીઓ, તેમના મનમાં ચાલતી કશમકશ પણ એક જ હોય છે. અને આ કારણે બે વ્યક્તિ જો પોતાના વિચારોથી એકબીજાની નજીક જાય તો તેમા ખોટું શું છે? રોશનમાં મને ખૂબ સારો મિત્ર જોવા મળે છે. હવે જ્યારે તમે એક જ પ્રોફેશનમાં હોવ અને તમારો અનુભવ પણ એકસમાન જ હોય ત્યારે એકબીજાના આ સરખાપણાને કારણે એકબીજા સાથે સમય પસાર કરવો વધારે ગમતો હોય છે. એવે સમયે કદાચ હું રોશનને ડેટ કરતી હોઉ તો તેમાં પણ કાંઇ ખોટુ નથી. વેલ આમ તો પ્રિયાએ ગોળગોળ જ જવાબ આપ્યા, પણ સમજદાર કો ઇશારા હી કાફી હોતા હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રિયા પ્રકાશ વેરીઅર ‘સહાધ્યાયી’ રોશન અબ્દુલ્લાને ડેટ કરી રહી છે? appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/priya-light-verrier-saha/
via Best Gujarati News

0 Comments