ટોમ ક્રૂઝ કો લેને સે ક્યા ફિલ્મ હિટ હો જાએગી?
મૂડ મૂડ કે દેખ : પ્રફુલ્લ કાનાબાર
આદિત્ય ચોપરાની ઈચ્છા તેની પ્રથમ ફ્લ્મિ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” હોલીવુડના પ્રખ્યાત અભિનેતા ટોમ ક્રુઝને લઈને બનાવવાની હતી. દીકરાની મહત્ત્વાકાંક્ષાને પિતા યશ ચોપરા સમજી શક્યા, પરંતુ જમાનાના ખાધેલ યશજીને એ પણ સમજાતું હતું કે હોલીવૂડના મોંઘા સ્ટારને લેવાથી બહુ મોટો ફાયદો થવાની શક્યતા નથી. તેમણે પ્રેમથી આદિત્યને ચોપરાને સમજાવ્યો, ‘બેટે મૈં જાનતા હૂં કી તુમ અપની પહલી હી ફ્લ્મિ મેં કુછ નયા કરના ચાહતે હો. મૈં યે ભી માનતા હૂં કી ટોમ ક્રુઝ કો લેને સે ફ્લ્મિ કી પ્રીમિયમ વેલ્યૂ જરૂર બઢ જાયેગી, લેકિન ક્યા ઇસ સે ફ્લ્મિ હીટ હો જાયેગી? મેરે ખયાલ સે હોલીવુડ કે કોઈ ભી કલાકાર કો ફ્લ્મિ મેં લેને સે બોક્સ ઓફિસ કલેક્શન કા રેકોર્ડ તૂટ જાયેગા યે માનના હમારી સબસે બડી ગલતફ્હમી હોગી.’
આખરે આદિત્ય ચોપરાએ તેના ફેવરીટ હીરો ટોમ ક્રુઝને લેવાની વાત પડતી મૂકી હતી. પછી શાહરુખ ખાનને જયારે રાજ મલ્હોત્રાનો રોલ ઓફ્ર કરવામાં આવ્યો ત્યારે શાહરુખખાન બાઝીગર (૧૯૯૩), ડર (૧૯૯૩) અને અંજામ (૧૯૯૪) ધ્વારા એન્ટી હીરો તરીકે લોકપ્રિય થઇ ગયો હતો. તેને રાજ મલ્હોત્રાનો રોલ વધારે પડતો પોઝીટીવ લાગ્યો હોય કે ભગવાન જાણે પણ તેણે તે રોલ કરવાની આદિત્યને સ્પષ્ટ ના પાડી દીધી હતી. આખરે આદિત્ય ચોપરાએ આમીર ખાનને તે રોલ ઓફ્ર કર્યો હતો. આમીર ખાનને તારીખની સમસ્યા હતી તેથી તેણે ના પાડતાં તે જ રોલ સૈફ અલી ખાનને ઓફ્ર કરવામાં આવ્યો હતો, પણ વાત ખાસ જામી નહોતી. આખરે ફ્રતો ફ્રતો તે જ રોલ ફ્રીથી શાહરૂખ ખાનને જ ઓફ્ર કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે સતત ત્રણ ફ્લ્મિોમાં નેગેટીવ ભૂમિકા સુપેરે ભજવી બતાવનાર શાહરૂખ ખાને લાંબુ વિચારીને તે પોઝીટીવ રોલ સેકન્ડ ઓફ્રમાં એટલા માટે સ્વીકારી લીધો હતો કે તેની ઈમેજ માત્ર એન્ટી હીરોની જ ન બની રહે. રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી.
આદિત્ય ચોપરાની ઓળખ ફ્લ્મિ નિર્માતા અને નિર્દેશક ઉપરાંત સારા સ્ક્રીપ્ટ રાઈટર તરીકેની પણ છે. જેમકે પોતાની ફ્લ્મિ “ડીડીએલજે” અને “મોહબ્બતેં” સિવાય “દિલ તો પાગલ હૈ” ના સંવાદો પણ તેણે લખ્યા હતા જે તેના કઝીન કરણ જોહરની ફ્લ્મિ હતી. હા, કરણ જોહરની માતા હીરુ જોહર યશ ચોપરાની બહેન થાય. સગપણ જ જોવા જઈએ તો સિમી ગરેવાલ યશ ચોપરાની કઝીન છે. યશ ચોપરાના પિતા અને સિમી ગરેવાલની માતા સગા ભાઈ બહેન હતાં.
આદિત્ય ચોપરાનો જન્મ મુંબઈમાં તા.૨૧/૫/૧૯૭૧ ના રોજ થયો હતો. પિતા યશ ચોપરા અને માતા પમેલા ચોપરા. પિતા ઉપરાંત કાકા બલદેવ રાજ ચોપરા પણ પ્રખ્યાત ફ્લ્મિ નિર્માતા અને નિર્દેશક હતા. નાનો ભાઈ ઉદય ચોપરા તો અભિનેતા છે જ પણ પત્ની રાની મુખર્જી પણ જાણીતી અભિનેત્રી છે.
આદિત્ય ચોપરાએ સ્કૂલનું શિક્ષણ બોમ્બે સ્કોટીશ સ્કૂલમાંથી લીધું હતું. ત્યાર બાદ કોમર્સમાં સ્નાતકની ડીગ્રી મેળવી હતી.ભણતાં ભણતાં જ માત્ર ૧૮ વર્ષની ઉમરે આદિત્યએ પિતા યશ ચોપરાના આસિસ્ટન્ટ તરીકે ફ્લ્મિ નિર્માણ અને નિર્દેશનનું કામ ઉત્સાહથી શીખવા માંડયું હતું. યશ ચોપરાની ચાંદની, ડર અને લમ્હેં જેવી ફ્લ્મિોના નિર્માણ સમયે સતત પાંચ વર્ષ સુધી આદિત્યએ પિતાના પડછાયાની જેમ રહીને ફ્લ્મિ બનાવવાની તમામ ટેક્નિક્સનો ખંતથી અભ્યાસ કર્યો હતો. માત્ર ૨૪ વર્ષની ઉમરે આદિત્ય ચોપરાએ પૂરા આત્મવિશ્વાસ સાથે DDLJ ની સ્ક્રીપ્ટ લખીને તે પ્રોજેક્ટ હાથ પર લીધો હતો. ફ્લ્મિમાં લંડન અને યુરોપનાં રમણીય દ્રશ્યો કેમેરામાં સુંદર રીતે કેદ કરવામાં આવ્યાં હતાં. ફ્લ્મિ દરેક એન્ગલથી સુપર્બ બની હતી. ક્યાંય કોઈ કચાશ છોડવામાં આવી નહોતી. “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” બ્લોક બસ્ટર સાબિત થઇ. તે જમાનામાં બોક્સ ઓફીસના તમામ રેકોર્ડ તે ફ્લ્મિે તોડી નાખ્યા હતા.મુંબઈમાં દરરોજનો એક શો (મેટીની શો )માં તે ફ્લ્મિ સળંગ વીસ વર્ષ સુધી ચાલી હતી. આજે પણ શાહરુખ ખાન DDLJને પોતાની કરિયરની અતિ મહત્વની ફ્લ્મિ તરીકે સ્વીકારે છે.
આદિત્ય ચોપરા અને સુરજ બડજાત્યા બંનેના કિસ્સામાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે સુરજ બડજાત્યાએ સળંગ ત્રણ ફ્લ્મિો હીટ આપી હતી અને ત્રણેય ફ્લ્મિમાં સલમાન ખાનને રીપીટ કર્યો હતો (મૈને પ્યાર કિયા, હમ આપ કે હૈ કૌન અને હમ સાથ સાથ હૈ). ચોથી ફ્લ્મિ “મૈં પ્રેમ કી દીવાની હું” સલમાનને છોડીને બનાવી તો તે ફ્લ્મિ ફ્લોપ નીવડી હતી. આવી જ રીતે આદિત્ય ચોપરાએ “દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે” પછી “મહોબ્બતેં” અને “રબ ને બના દી જોડી”માં શાહરૂખખાનને રીપીટ કર્યો હતો. ત્રણેય ફ્લ્મિો સુપર હિટ નીવડી હતી. ચોથી ફ્લ્મિ “બેફીકરે” બનાવી જેમાં શાહરુખને છોડીને રણવીર સિંહને લીધો હતો જે બોક્સ ઓફીસ પર ઉંધે માથે પટકાઈ હતી.
એકદમ અંતર્મુખી પર્સનાલીટી ધરાવતા આદિત્ય ચોપરા મીડિયાથી હમેશાં દૂર રહેવાનું પસંદ કરે છે. જાહેર પ્રોગ્રામમાં પણ પત્રકારો દ્વારા આદિત્યને પૂછવામાં આવતા સવાલોના જવાબ મોટે ભાગે નાનો ભાઈ ઉદય ચોપરા જ આપતો હોય છે. ૨૦૦૧ માં આદિત્ય ચોપરાએ રામાનંદ સાગરની દોહિત્રી પાયલ ખન્ના સાથે લગ્ન કર્યાં હતાં, જે ૨૦૦૮ માં ડિવોર્સમાં પરિણમ્યા હતા. ૨૦૧૪ માં આદિત્ય ચોપરાએ રાની મુખર્જી સાથે લગ્ન કર્યા અને આજે તેમને આદિરા નામની ૩ વર્ષની પુત્રી પણ છે.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટોમ ક્રૂઝ કો લેને સે ક્યા ફિલ્મ હિટ હો જાએગી? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/tom-cruz-co-laine-se-kya-f/
via Best Gujarati News
0 Comments