અલી અબ્બાસ જફરે સલમાન સાથે ઘણી ફિલ્મોમા કામ કર્યુ છે. અને તેમાની મોટાભાગની ફિલ્મો હિટ પણ ગઇ છે. જો કે અલી અબ્બાસ ઝફરે શાહરુખ ખાન સાથે કોઇવાર ફિલ્મ નથી કરી. અને આ ડાયરેક્ટર આ બંનેને સાથે લાવવાનું વિચારી રહ્યો છે. વેલ આમ તો અલીએ સલમાન સાથે અનેક ફિલ્મો કરી છે. પણ તેણે કોઇદિવસ શાહરુખ સાથે કામ નથી કર્યુ. તાજેતરમાં જ અલીને જ્યારે આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મારે તો શાહરુખ ખાન સાથે કામ કરવું છે, પણ હજીસુધી એવી કોઇ સ્ક્રીપ્ટ નથી લખી કે શાહરુખને જોઇને જ પસંદ આવી જાય. પણ અલી કહે છે કે તે પોતાનું આ સ્વપ્ન સાકાર બને તેટલું ઉતાવળે કરવા માંગે છે. અલીએ તાજેતરમાં જ કહ્યું હતું કે હું શાહરુખ અને સલમાનને એકસાથે એક જ સ્ક્રિન પર લાવવા માંગુ છું. જોકે આ પહેલા શાહરૂખ અને સલમાન કરન-અર્જુન, દુશ્મન દુનિયાકા,  હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળી ચૂક્યાં  છે. અલી કહે છે કે બને કે ટૂંક સમયમાં મારી પાસે કોઇ દમદાર વાર્તા આવે અને હું તે દોડતો દોડતો આ બંને પાસે લઇ જાઉ તેની રાહ જોઇ રહ્યો છું.હવે જોવાનું રહ્યું કે અલી અબ્બાસ ઝફરની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સલમાન શાહરુખ એક સાથે ફરી જોવા મળશે?  appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/salman-shahrukh-together-again-only/
via Best Gujarati News

0 Comments