શું વાત કરો છો? સલમાન ખાન પિતા બનવાનો છે?
સલમાન સાથે જ્યારે પણ તેના લગ્નની વાત કરીએ ત્યારે તે તેના ગોળગોળ જ જવાબ આપતો હોય છે. તેને એક સમયે ઐશ્વર્યા સાથે લગાવ હતો ત્યારે તેણે જાહેરમાં પોતે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે તે વાત કબૂલી હતી. અને આપણે જાણીએ છીએ કે એશને લઇને તે એટલો પઝેસીવ હતો કે તે એશને સતત તેમના સંબંધની કબૂલાત તે જાહેરમાં કરી લે તેવો ફોર્સ કરતો રહેતો. તે સમયે સલમાનને કાયદેસર એશ સાથે લગ્ન કરવા હતા, પણ ઐશ્વર્યાની કરીઅરનો પીક ટાઇમ હોવાને કારણે એશ તે સમયે લગ્ન માટે હા નહોતી કહી રહી. બસ આ જ કારણ હતુ કે બંને વચ્ચે અણબનાવ થયો અને બંને અલગ થઇ ગયા. તે પછીથી સલમાનના બીજા સંબંધો વિશે ચર્ચા તો ઘણી થઇ પણ તેણે કદી પોતે એ સંબંધ સ્વીકાર્યા નથી. કે નથી તેણે પોતાની સ્ત્રીમિત્રો સાથે લગ્ન કરવાની ઇચ્છા બતાવી. પણ હવે સમાચાર આવી રહ્યા છે કે સલમાન પિતા બનવા માંગે છે. વેલ સલમાનના ફિમેલ ફેન્સે આ અંગે ગભરાવાની જરૂર નથી. કેમ કે તે લગ્ન નથી કરવાનો પણ તે સેરોગેસીની મદદથી પોતાના બાળકને જન્મ અપાવશે. આમ પણ સલમાનને બાળકો પ્રત્યે ખાસ લગાવ છે. તેથી ટૂંક સમયમાં જ ભાઇ પિતા બનશે એવા સમાચાર આવી શકે છે. સલમાનના નજીકના સૂત્રો આ અંગે સમ ખાઇને કહેવા તૈયાર છે કે તે આ અંગે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શું વાત કરો છો? સલમાન ખાન પિતા બનવાનો છે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/what-talk-to-do-salman-khan-pi/
via Best Gujarati News
0 Comments