અંબાણીના આવશે ‘અચ્છે દિન’, મોદી સરકાર પાસેથી છે આ આશા
કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકાર બનવા જઇ રહી છે. તેવામાં રિલાયન્સના ધીરુભાઇ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને પીએમ મોદીથી ઘણી આશાઓ છે. અનિલ અંબાણીને ખાસ કરીને આ આશા છે કે સરકાર બિન-બેન્કિંગ નાણાકીય સેવાઓ ક્ષેત્ર (એનબીએફસી) ને પૂરતી રોકડ ઉપલબ્ધ કરાવશે. ઉલ્લેખનીય છે કે IL & FS દ્વારા ચૂકવણીમાં ડિફોલ્ટ શરૂ થયા પછી આ ક્ષેત્ર રોકડની તંગીથી સંઘર્ષ કરી રહ્યું છે.
એક ઇન્ટરવ્યૂમાં અનિલ અંબાણીએ કહ્યું છે કે નરેન્દ્રભાઇ મોદીએ સસ્તા મકાન અને વિકાસને તેમની પ્રથમિકતા બતાવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મેળવવા માટે જે પણ જરૂરી પગલા ભરવા પડે તે સરકાર જરૂરથી ભરશે.
તેમણે વધુમાં કહ્યું હતુ કે આ વાત પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર એનબીએફસી (NBFC) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનિઓ (HFC)ને નાણાની સહાય કરવા માટે તાત્કાલિક કોઇ મજબૂત પગલાં ભરશે. કારણ કે સંપૂર્ણ અર્થવ્યવસ્થામાં મજબૂતી લાવવા માટે આ સેક્ટરને ઉગારવો જરૂરી છે.
ઉલ્લેખનિય છે કે રિલાયન્સ એડીએજી દેવાના બોજને ઘટાડવા માટે તેની સંપત્તિ વેચવા માટે ઝડપથી પ્રયાસ કરી રહ્યું છે. કંપનીએ તેનો રેડિયો બિઝનેસ બીગ એફએમને રૂપિયા 1,050 કરોડમાં એક મીડિયા કંપનીને વેચવાની જાહેરાત કરી છે. માર્ચમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) એ સ્વીડનની ટેલિકોમ્યુનિકેશન્સ ઇક્વિપમેન્ટ ઉત્પાદક એરિકસનને રૂપિયા 550 કરોડ ચૂકવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંબાણીના આવશે ‘અચ્છે દિન’, મોદી સરકાર પાસેથી છે આ આશા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/anil-ambani-hopes-good-days-after-modi-victory/
via Best Gujarati News
0 Comments