દિવસના અંતે શરેબજારમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં શેરબજાર બંધ થતા બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +66.44 પોઇન્ટ વધીને 39,749.73 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +4.00 પોઈન્ટ વધીને 11,928.75 ની સપાટીએ બંધ થયો છે.

ઉલ્લેખનિય છે કે આજ સવારે શેર બજારમાં ચડાવ-ઉતાર ભર્યો કારોબાર થઈ રહ્યો હતો. સેન્સેક્સની શરૂઆત 82 પોઈન્ટ ઉપર 39,765.64 થઈ હતી. પરંતુ થોડા સમયમાં તે નીચે આવી ગયો હતો. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ 39,785.02ની ઉપર અને 39,629.72ની નિચલી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીએ 33 પોઈન્ટ ઉપર 11,958.35 પર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ ઘટાડો થયો હતો. તેણે 11,958.55 ઉચ્ચ અને 11,900.55ની નિચલી સપાટી વટાવી હતી.

સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 25 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. યસ બેન્કમાં 4 ટકા અને વેદાંતામાં 2.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ અને કોલ ઈન્ડિયાના શેરોમાં 1-2 ટકા સુધીની તેજી જોવા મળી હતી.

બીજીતરફ ભારતી એરટેલ, એસબીઆઈ, લાર્સન એન્ડ ટર્બો અને એચડીએફસીના શેરોમાં 1-2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન યૂનીલીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાયનાન્સ અને કોટક બેન્કના શેરોમાં 0.5થી 1 ટકાનું નુકસાન જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં નજીવો ઉછાળો, સેન્સેક્સ 39,749 અને નિફ્ટી 11,928 પર બંધ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39749-and-nifty-11928/
via Best Gujarati News

0 Comments