8મું ધોરણ પાસ પણ Postની ફ્રેન્ચાઇઝી લઇ 50,000 રૂપિયા સુધી પ્રતિ માસ કરી શકે છે કમાણી
લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસની સાથે વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્કમાં હવે તમે પણ ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. કોઇપણ 18 વર્ષની ઉંમરથી વધુ અને 8મું ધોરણ પાસ વ્યક્તિ એક સરળ પ્રક્રિયાને પૂર્ણ કરીને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઇ શકે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટેનો ખર્ચ પણ માત્ર 5 હજાર રૂપિયા આવશે અને તમે તેનાથી લગભગ 50 હજાર રૂપિયા પ્રતિ મહિના સરળતાથી કમાઇ શકો છો.
બે રીતની હશે ફ્રેન્ચાઇઝી:
પોસ્ટ વિભાગ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. (1). એ ક્ષેત્રોમાં ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ દ્વારા કાઉન્ટર સર્વિસ ઉપલબ્ધ કરાવવી જ્યાં પોસ્ટ સેવાઓની માંગ હોય, પણ ત્યાં પોસ્ટ ઓફિસ ખોલી શકાતી નથી. (2). શહેર અને ગ્રામીણ ક્ષેત્રોમાં પોસ્ટલ એજેન્ડાના માધ્યમથી પોસ્ટલ સ્ટેમ્પ્સ અને સ્ટેશનરીનું વેચાણ.
ફ્રેન્ચાઇઝીની શું છે પ્રક્રિયા:
તમારે સૌ પ્રથમ તમારા પોસ્ટલ ડિવિઝનલ ઓફિસમાંથી ફ્રેન્ચાઇઝી આઉટલેટ એગ્રીમેન્ટ ફોર્મ મેળવવું જરૂરી છે. અને તેને જરૂરી દસ્તાવેજો સાથે ભરીને જમા કરાવો. જો તમને એપ્લિકેશન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ સાથે પણ વાત કરી શકો છો. તમારી અરજી પ્રાપ્ત કર્યાના 14 દિવસની અંદર ASP/SDI ની રિપોર્ટના આધારે સંબંધિત ડિવિઝનલ હેડ તમારી અરજી પર વિચાર કરશે અને યોગ્યતાના આધારે તમને ફ્રેન્ચાઇઝી માટે પસંદ કરશે. એકવાર પસંદગી થયા પછી તમારે વિભાગ સાથે એક એમઓયુ પર સહી કરવી પડશે. વિભાગ પ્રમાણે પોસ્ટલ પેન્શનરો અને કમ્પ્યુટર સવલતો પૂરી પાડનારા લોકોને ફ્રેન્ચાઇઝી માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ફ્રેન્ચાઇઝી પ્રાપ્ત કરવા પર વિભાગ દ્વારા જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.
સિક્યોરિટી ડિપોઝિટ:
સિક્યોરિટી ડિપોઝિટ ફ્રેન્ચાઇઝી દ્વારા એક દિવસમાં કરવામાં આવેલ ફાઇનાન્સિયલ ટ્રાન્જેક્શન પર આધારિત હોય છે. ઓછામાં ઓછી સિક્યોરિટી ડિપોઝિટ 5000 રૂપિયા રાખવામાં આવી છે. ફ્રેન્ચાઇઝી ખુલ્યા બાદ પ્રતિદિવસની એવરેજ રેવન્યૂના આધારે આ વધી પણ શકે છે. સિક્યોરિટી ડિપોઝિટ એએસસીના ફોર્મમાં હશે.
આ રીતની થશે કમાણી:
ફ્રેન્ચાઇઝીને દરેક સર્વિસ પર વિભાગની તરફથી કમીશન મળશે. આ કમિશન એમઓયુમાં નક્કી થશે. રજીસ્ટર્ડ આર્ટિક્લ્સની બુકિંગ પર 3 રૂપિયા, સ્પિડ પોસ્ટ આર્ટિક્લ્સની બુકિંગ પર 5 રૂપિયા, 100થી 200 રૂપિયાના મની ઓર્ડરની બુકિંગ પર 3.50 રૂપિયા, 200 રૂપિયાથી વધારેના મની ઓર્ડર પર 5 રૂપિયા અને દરેક મહિને રજીસ્ટ્રી અને સ્પિડ પોસ્ટના 1000થી વધારે આર્ટિક્લ્સની બુકિંગ પર 20 ટકા વધારાનું કમિશન મળશે. કેટલાક આર્ટિક્લ્સ પર વધારે વેચાણ અથવા બુકિંગ કરવા પર વધારાના કમિશનની જોગવાઇ કરવામાં આવી છે. વિભાગનું કહેવું છે કે આ રીતે એક ફ્રેન્ચાઇઝી પર ઓછામાં ઓછા દરેક મહિને 50 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 8મું ધોરણ પાસ પણ Postની ફ્રેન્ચાઇઝી લઇ 50,000 રૂપિયા સુધી પ્રતિ માસ કરી શકે છે કમાણી appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/start-your-own-post-office-franchisee-and-earn-up-to-rs-50000-per-month/
via Best Gujarati News
0 Comments