Bajaj Auto પોતાના નવાં સ્કૂટર સાથે વધુ એક વખત ભારતમાં વાપસી કરવા માટે તૈયાર છે. જી હાં, Bajaj Auto પોતાનું નવું ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ ઇલેક્ટ્રીક સ્કૂટરને કંપનીનાં ઇલેક્ટ્રીક બ્રાન્ડ અર્બનાઇટ અંતર્ગત વેચાણ કરવામાં આવશે. હાલમા જ આ સ્કૂટરને પૂણેમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું.

રેટ્રો લુકમાં હશે આ સ્કૂટર

બજાજનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર અર્બનેટ, ફુલ રેટ્રો સ્ટાઇલમાં હશે, જે યૂથવે ટાર્ગેટ કરશે. જોકે આ સ્કૂટરને ફેમિલિને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. જાણકારોનું માનીએ તો કંપની આ સ્કૂટરને આ વર્ષનાં અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે.

મળી શકે છે આ ફિચર્સ

આ સ્કૂટરમાં ટ્વીન ટેલલૈંપ્સ, ઉન્નત ગ્રેબ રેલ્સ, એલોય વ્હીલ્સ અને ડિસ્ક બ્રેક્સ, ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) ડિઝિટલ ઇંસ્ટ્રુમેન્ટ પૈનલ, સ્માર્ટફોન, ટર્ન-બાય-ટર્ન નેવીગેશન માટે ઇંસ્ટ્રુમેન્ટ પૈનલ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા ફિચર્સ પણ જોવા મળશે. આ સ્કૂટરમાં સેફ્ટીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જાણકારોનું માનીએ તો નવું બજાજ ચેતક 125 સીસી એન્જીનની સાથે આવશે. જે 9.5 Bhpનો પાવર આપશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કૂટર ફુલ ચાર્ઝ કરીને લગભગ 100 કિલોમીટરની માઇલેજ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટૂ-વ્હિલરની દુનિયામાં Bajaj Autoનો સપાટો, હવે મળશે 100 કિલોમીટરની માઇલેજ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/bajaj-auto-new-scooters-will-return-soon-give-average-of-100-kilometers/
via Best Gujarati News

0 Comments