વાળને પ્રાકૃતિક સામગ્રીથી ધોઇને બનાવો મુલાયમ
હેર ટિપ્સ :- હેતા પટેલ
વાળને પોષણ પ્રદાન કરવા માટે આપણે તમામ પ્રયત્નો કરતાં હોઇએ છીએ. ખાસ કરીને આજના સમયમાં જ્યારે મોટા ભાગના લોકોને હેરફોલની, ડ્રાય હેરની તેમજ ફ્રિઝી અને રફ હેરની સમસ્યાઓ સતાવતી હોય છે ત્યારે વાળની માવજત ખૂબ જ જરૂરી બની ગઇ છે. આજે આપણે કેટલીક પ્રાકૃતિક વસ્તુથી વાળની માવજત કઇ રીતે કરવી તે વિશે વાત કરીશું. આ તમામ ઉપાયથી તમે તમારા વાળને મુલાયમ, સિલ્કી, શાઇની તો બનાવી જ શકો છો, સાથે સાથે ખોડાની સમસ્યામાંથી છુટકારો મેળવી ફ્રિઝી વાળમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.
મેથીના દાણા
મેથી વાળ માટે શ્રેષ્ઠ કહેવાય છે. તે માથામાં થતી ખોડાની સમસ્યાને દુર કરે છે, વાળ જો કસમયે જ સફેદ થવા લાગ્યાં હોય તો તેને પણ અટકાવે છે, હેર ગ્રોથને વધારવામાં ઉપયોગી સાબિત થાય છે, તેમજ વાળને સિલ્કી પણ બનાવે છે. આ માટે એક મોટા વાટકામાં અડધો કપ મેથીના દાણાને આખી રાત પલાળી રાખવા. સવારે જ્યારે તે પાણી સોનેરી રંગનું થઇ જાય ત્યારે મેથીના દાણા પાણીમાંથી કાઢી તે પાણી વડે વાળને ધોઇ લેવા. અઠવાડીયામાં બે વાર આ ઉપાય અજમાવવાથી ઉપર જણાવેલી બધી જ સમસ્યામાંથી છુટકારો મળશે.
સફરજન અને વિનેગર
સફરજન અને વિનેગરનું મિશ્રણ સ્કાલ્પમાં ઉનાળામાં થતાં વધારે પડતાં ઓઇલને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. આ માટે અડધા સફરજનના ટૂકડાંને ક્રશ કરી તેની અંદર પાંચ ચમચી વિનેગર મિક્સ કરો. હવે આ મિશ્રણને સાદા પાણીમાં મિક્સ કરી આશરે કલાક રાખો. કલાક બાદ તેને ગાળી લો. હવે તે પાણીને વાળમાં શેમ્પૂ કર્યા બાદ નાખો. ત્યારબાદ પંદર મિનિટ સુધી હળવે હાથે વાળમાં મસાજ કરી ઠંડા પાણીથી વાળ ધોઇ લો.
નાળીયેર પાણી
જેમ નાળીયેર તેલ વાળ માટે સર્વ શ્રેષ્ઠ છે એ જ રીતે નાળીયેર પાણી પણ વાળ માટે ખૂબ જ લાભદાયી છે. નાળીયેર પાણીમાં અનેક વિટામીન્સ અને મિનરલ્સ રહેલાં હોય છે, જે વાળને મજબૂત બનાવે છે અને ચમકદાર પણ બનાવે છે. આ માટે ત્રણ તાજા નાળીયેરના પાણીને ધીમે ધીમે વાળમાં નાખો. પંદર મિનીટ સુધી વાળમાં તે પાણીને રાખ્યાં બાદ ઠંડા પાણી વડે વાળ ધોઇ લો. આમ કરવાથી તમારા વાળમાં નેચરલ શાઇન આવી જશે. અને નાળીયેર પાણીમાં રહેલાં વિટામીન્સ વાળને મજબૂત પણ બનાવશે.
ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેથી ગ્રીન ટી વડે માથું ધોવાથી માથામાં ચળ આવતી હોય કે કોઇપણ પ્રકારની ફંગસ કે અલર્જી હોય તો તે નાશ પામે છે. એટલું જ નહી ગ્રીન ટીથી વાળમાં નેચરલ શાઇન પણ આવે છે. માટે અડધા લીટર ગરમ પાણીમાં આશરે પાંચથી છ ટી બેગને ઉકાળી તે પાણી ઠંડુ પડે એટલે તરત તેનાથી હેર વોશ કરવાથી વાળને કુદરતી ચમક પ્રાપ્ત થશે.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વાળને પ્રાકૃતિક સામગ્રીથી ધોઇને બનાવો મુલાયમ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/hair-naturally-stuffed/
via Best Gujarati News
0 Comments