ઇંદિરા ગાંધીની જેમ અંગત અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે છે : કેજરીવાલ
। નવી દિલ્હી ।
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક સનસનીખેજ દાવો કરતા એવું જણાવ્યું કે મારી જાન પર ખતરો છો. મારી આજુબાજુ જે પોલીસ કર્મચારીઓ ચાલી રહ્યાં છે તે તમામ ભાજપને રિપોર્ટ કરે છે. મારા અંગરક્ષકો ભાજપને રિપોર્ટ કરે છે. આ ભાજપવાળા ઇંદિરા ગાંધીની જેમ મારી પણ હત્યા કરાવી શકે છે. મારૂ જીવન બે મિનિટની અંદર ખતમ થઈ શકે છે. કેજરીવાલના આ દાવાનું પાર્ટી પ્રવક્તા સોરભ ભારદ્વાજે પણ ટેકો આપ્યો છે. ભારદ્વાજે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલ પર છ વાર હુમલો થયો છે. આવી ઘટનાઓ બની હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી. અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ નથી.કેજરીવાર પર હુમલાઓની ઘટનાઓ નવી નથી. મનિષ સિસોદિયાએ એવો આક્ષેપ કર્યો કે કેજરીવાલની સુરક્ષાનો રિપોર્ટ ભાજપ પાસે જાય છે.
અમે દિલ્હીની ૭ સાત સીટો જીતવાની સ્થિતિમાં
કેજરીવાલે એવું પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટી રાજધાની દિલ્હીની ૭ બેઠકો જીતવાની ક્ષમતા ધરાવે છે પરંતુ છેલ્લી ઘડીએ મુસ્લિમોના વોટો કોંગ્રેસને ચાલ્યા ગયા છે. મતદાનના ૪૮ કલાક પહેલા એવું લાગી રહ્યં હતું કે આમ આદમી પાર્ટી તમામ ૭ બેઠકો પર જીત હાંસલ કરશે પરંતુ છેલ્લે સમયે બધા કોંગ્રેસને પડયા હતા. અમે એવું જાણવાની કોશિશ કરી રહ્યાં છીએ અસલમાં થયું છે શું. ૨૦૧૬ માં પણ કેજરીવાલે કહ્યું હતું કે મોદી મારી હત્યા કરાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇંદિરા ગાંધીની જેમ અંગત અંગરક્ષકો મારી પણ હત્યા કરી શકે છે : કેજરીવાલ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/indira-gandhis-like-personal-a/
via Best Gujarati News
0 Comments