જમ્મુના પુલવામામાં સુરક્ષાદળોની અથડામણમાં ૪ આતંકીઓ ઠાર થયા
। શ્રીનગર ।
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે આતંકીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. બીજી તરફ સોપોરના હાથલાંગૂમાં થયેલા એક એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. પુલવામામાં આતંકી શૌકત અહમદ ડારને ઠાર કરીને સુરક્ષા દળોએ આર્મીના જવાન રંગઝેબની શહાદતનો બદલો લીધો છે. શનિવારે સવારે ઠાર કરવામાં આવેલા ચારેય આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને અન્ય સામાન મળી આવ્યો છે. સોપોરના હાથલાંગૂમાં થયેલા ઠાર થયેલો આતંકી કયા સંગઠનનો મેમ્બર છે એની જાણકારી મળી નથી.
અવંતીપોરાના પંજગામમાં વહેલી સવારે ૨.૧૦ કલાકે આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળતાં ૧૩૦ બટાલિયન સીઆરપીએફ, ૫૫ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના જવાનોએ વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ સમયે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો આથી સુરક્ષા દળોએ સામો જવાબ આપ્યો હતો. અને આતંકીઓને ઠાર માર્યા હતા.
ઇન્ટરનેટ સેવા બંધ
અવંતીપોરામાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગર અને જમ્મુના બનિહાલમાં ટ્રેન ર્સિવસને સ્થગિત કરવામાં આવી છે. જમ્મુના કેટલાક હિસ્સામાં ફરી આતંકી હુમલાની આશંકા હોવાથી હાઇ એલર્ટની સૂચના આપવામાં આવી છે. આતંકીઓ શ્રીનગર અને અવંતીપોરામાં ધડાકા કરવાનું ષડ્યંત્ર રચી રહ્યા હોવાની જાણકારી ગુપ્તચર સંસ્થાઓને મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જમ્મુના પુલવામામાં સુરક્ષાદળોની અથડામણમાં ૪ આતંકીઓ ઠાર થયા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/in-jammu-pulwama-surak/
via Best Gujarati News
0 Comments