। નવી દિલ્હી ।

ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા।સિંહ ઠાકુર સહિતના ૨૦૦૮નાં માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપીઓની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં સતત ગેરહાજરીના કારણે અદાલતે આકરી ફટકાર લગાવતાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લે. કર્નલ શ્રીકાંત પુરોહિત સહિતના દરેક આરોપીને સપ્તાહમાં એકવાર અદાલતમાં હાજર રહેવા આદેશ જારી કર્યો છે. હાલ આ કેસના તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. એનઆઈએ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટમાં માર્યા ગયેલા ૬ વ્યક્તિ પૈકીના એકના પિતાની કેસની સુનાવણીમાં મહારાષ્ટ્ર એટીએસને હાજર રાખવાની માગ કરતી અરજી કોર્ટે નકારી કાઢી હતી.

વિશેષ એનઆઈએ અદાલતના જજ વી.એસ. પડલકરે જણાવ્યું હતું કે, એમ લાગી રહ્યું છે કે, આરોપીઓ એક અથવા બીજા બહાને અદાલતમાં હાજર થતાં નથી.

સાધ્વીની ઉમેદવારી ખોટા કેસો સામેનો સત્યાગ્રહ : અમિત શાહ

ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભોપાલ લોકસભા બેઠક પરથી પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરની ઉમેદવારી હિંદુ આતંકવાદના ખોટા કેસો સામેનો સત્યાગ્રહ છે. હું કોંગ્રેસને સવાલ પૂછવા માગું છું કે, સમજૌતા એક્સપ્રેસ કેસમાં પહેલાં લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા કેટલાંક લોકોની ધરપકડ કરાઈ હતી પરંતુ પાછળથી ભગવા આતંકવાદનો ખોટો કેસ કરી ધરપકડ કરાયેલા લોકોને અદાલતે નિર્દોષ છોડી મૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માલેગાંવ બ્લાસ્ટ : સુનાવણીમાં દર સપ્તાહે હાજર રહેવા પ્રજ્ઞા ઠાકુરને કોર્ટનો આદેશ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/malegaon-blast-listening/
via Best Gujarati News

0 Comments