। સીડની ।

ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી વખત મોરિસન સરકારનો વિજય થયો છે. તાજા પરિણામો મુજબ ૧૫૧ સભ્યનાં હાઈસ ઓફ રિપ્રેઝન્ટેટ્વિઝમાં મોરિસનની લિબરલ પાર્ટીને સરકાર રચી શકાય તેટલી બહમતી સીટો મળી છે. વિપક્ષી લેબર પાર્ટીનાં નેતા બિલ શોર્ટને પરાજય સ્વીકાર્યો હતો અને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે મોરિસનને વિજય માટે અભિનંદન આપ્યા હતા. જો કે હજી અંતિમ પરિણામો રવિવાર સુધીમાં આવવાનાં છે પણ ૭૦ ટકા પૂરી થયેલી મત ગણતરીમાં લિબરલ અને નેશનલ પાર્ટીને ૭૪ સીટો મળી છે. સ્પષ્ટ બહુમતી માટેની ૭૭ સીટોનાં મેજિક આંકથી તે ફક્ત ૩ સીટ જ દૂર છે જ્યારે લેબર પાર્ટીને ૬૫ સીટ મળી છે. મોરિસન સૌથી પહેલા ૨૦૧૩માં ચૂંટાયા હતા અને સત્તા સંભાળી હતી.

અમારી મિશ્ર સરકારે અનેક પડકારો વચ્ચે લોકોને સુરક્ષા આપી : ઓસ્ટ્રેલિયાનાં પીએમ સ્કોટ મોરિસન

ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન મોરિસને કહ્યું હતું કે, મારી મિશ્ર સરકારે અનેક પડકારોનો સામનો કર્યો છે અને મેં દેશની સમસ્યાઓ ઉકેલવા કોઈનો સપોર્ટ લીધો નથી. બજેટને અંકુશમાં રાખ્યું છે અને ઈકોનોમીને મજબૂત બનાવી છે. લોકોને સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે પ્રારંભિક પરિણામો મુજબ ધારણા હતી કે લેબર પાર્ટીને  ૧૫૧માંથી ૮૨ સીટ મળશે. પરિણામે લિબરલ મિશ્ર સરકારને  વિપક્ષની ભૂમિકા નિભાવવી પડશે. આ અગાઉ ચૂંટણી પછીનાં પહેલા એક્ઝિટ પોલમાં પણ લેબર પાર્ટીનાં વિજયની આગાહી કરાઈ હતી. પણ મોડી રાત્રે સ્થિતિ બદલાઇ ગઇ અને મોરિસનની લિબરલ પાર્ટીને સરકાર રચી શકાય તેટલી બહમતી સીટો મળી છે. રવિવારે સવારે પરિણામોની સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.  હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં બહુમતી માટે મુખ્ય પાર્ટીએ ઓછામાં  ઓછી ૭૭ સીટ જીતવી પડે છે. મિશ્ર સરકાર હાલ ૭૩ અને લેબર પાર્ટી ૭૨  સીટ ધરાવે છે.

ક્લાઈમેટ ચેન્જને વધુ મહત્ત્વ ન આપનાર પૂર્વ પીએમ ટોની એબોટ્ટની હાર

આ વખતની ચૂંટણીમાં ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જો કે ક્લાઈમેટને વધુ મહત્ત્વ ન આપનાર પૂર્વ પીએમ ટોની એબોટ્ટની આ ચૂંટણીમાં પહેલી હાર થઈ હતી.

લોકોએ ક્લાઈમેટ ચેન્જનાં મુદ્દાને મત આપ્યો

આ વખતની ચૂંટણીમાં ક્લાઈમેટ ચેન્જનો મુદો છવાયેલો હતો. લોકોએ ક્લાઈમેટ ચેન્જનાં મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં મતદાન ફરજિયાત છે ત્યારે ૧.૬૪ કરોડ લોકોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે પાર્ટી લોઅર હાઉસમાં વધુ  બેઠકો મેળવે છે તે સરકાર રચતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓસ્ટ્રેલિયામાં સતત ત્રીજી વખત સ્કોટ મોરિસન સરકારનો મિરેકલ વિજય appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/in-australia-constant-third/
via Best Gujarati News

0 Comments