ફક્ત ઓછા શિક્ષિત હોય એવા લોકોમાંથી ફક્ત ૩૩ ટકા ભારતીયો માને છે કે ટેક્નોલોજીને કારણે લોકોએ ભિન્ન વિચાર ધરાવનારાઓને સ્વીકાર્યા છે. એવું જ વધુ શિક્ષિત લોકોમાંથી ૪૮ ટકા લોકો માને છે. આટલો મોટો તફાવત ભારત પછીના ક્રમે કેન્યામાં જોવા મળ્યો છે, એવું સર્વેમાં જણાયું છે.  વધુ શિક્ષણ ધરાવતા અને જેઓ સોશિયલ મીડિયાના યૂઝર હોય એવા કેટલાક જૂથો ટેક્નોલોજીની હકારાત્મક અને નકારાત્મક અસર ખાસ ધ્યાનમાં રાખે છે એવું પ્યૂએ તેના અહેવાલમાં નોંધ્યું છે.

ટેક્નોલોજી અંગે ભણેલાઓ વધુ આશાવાદી

જો કે ટેક્નોલોજી અંગે વધુ શિક્ષણ ધરાવતા લોકો વધુ આશાવાદી જણાયા હતા. ટેક્નોલોજી વર્તમાન મુદ્દાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં ટેક્નોલોજી મદદરૂપ થાય છે, એ મુદ્દે પણ મોટો તફાવત જોવા મળે છે. ઓછું શિક્ષણ મેળવનારાઓમાંથી ફક્ત ૫૯ ટકા લોકો જ એમ માને છે, જ્યારે વધુ ભણેલાઓમાંથી ૭૭ ટકા લોકો એમ માને છે.

ટેક્નોલોજીને કારણે ખોટી માહિતીથી લોકોને ભરમાવી શકાય

હાલમાં ચાલતી ભારતની સંસદીય ચૂંટણી ઉપર તેની અસરને કારણે ગેરમાહિતી એટલે કે ફેક ન્યૂઝ એ ગરમાગરમ ચર્ચાનો વિષય છે. એ મુદ્દે પણ સરખો જ શૈક્ષિણક આધારિત તફાવત જોવા મળે છે. ઓછું ભણતર ધરાવનારાઓમાંથી ૫૬ ટકા લોકો માને છે કે મોબાઇલ ફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને કારણે લોકોને સરળતાથી ખોટી માહિતી ભરમાવી શકાય છે. એવો જ મત વધુ શિક્ષણ ધરાવનારાઓમાંથી ૬૯ ટકા ભારતીયો માને છે.

અભ્યાસ કઈ રીતે કરાયો ?

આ અભ્યાસમાં ઓછું અભ્યાસ કરનારાઓમાં સેકન્ડરી શાળા સુધીનો અભ્યાસને આધાર ગણવામાં આવ્યો હતો, અને ઉચ્ચ શિક્ષણ મેળવનારાને વધુ ભણેલાઓમાં ગણાવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના શિક્ષણના વર્ગીકરણ માટેના આંતરરાષ્ટ્રીય ધારાધોરણના આધારે આ બે જૂથ વ્યાખ્યાયિત કરાયા હતા. પ્યૂ રિસર્ચે તેનો અભ્યાસ ટયૂનિશિયા, કેન્યા, ફિલિપાઇન્સ, મેક્સિકો ઉપરાંત ભારત જેવી ઊભરતી ઇકોનોમી ગણાતાં ૧૧ દેશોમાં પોતાનો સર્વે કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફેક ન્યૂઝ  ફેલાવવામાં ટેક્નોલોજીની ભૂમિકાથી શિક્ષિત ભારતીયો વ્યથિત appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/fake-news-spread-tech/
via Best Gujarati News

0 Comments