પાકિસ્તાનમાં ચીનનાં અબજોનાં મૂડીરોકાણ સામે ખતરો : બલૂચોએ ઊંઘ ઉડાડી
। બેઈજિંગ ।
પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની મહત્વાકાંક્ષી યોજના ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોર (CPEC)ના મામલે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં ભારે અસંતોષ જાગ્યો છે.
આ યોજના પાકિસ્તાનનાં ભાગલવાદી તત્વોની નજરે ચડી ગઈ છે. ગયા અઠવાડીયે આ યોજનાને નિશાન બનાવીને કેટલાક આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા પછી ચીન ચિંતામાં ગરકાવ થઈ ગયું છે. અલગ બલૂચિસ્તાનની ચળવળે ચીનની ઊંઘ હરામ કરી છે. આ યોજનામાં ચીને કરેલા અબજોનાં મૂડીરોકાણ સામે ખતરો સર્જાયો છે.
ગયા અઠવાડિયે પાકિસ્તાનનાં ગ્વાદર બંદર પરની એક હોટલમાં આત્મઘાતી હુમલો કરાયો હતો. CPEC એ ચીનનાં બેલ્ટ એન્ડ રોડનો મહત્વનો હિસ્સો છે. જે શિનજિયાંગ પ્રાંતને ગ્વાદરથી જોડે છે. આને કારણે ચીન અરબી સમુદ્રનાં માર્ગે આયાત નિકાસ કરવા માગે છે..
બલૂચિસ્તાનમાં આ યોજનાના કામમાં અવરોધ સર્જાશે
અલગ બલૂચિસ્તાનની માગણી કરતા કટ્ટરપંથીઓ અને ધાર્મિક પંથોએ ત્યાં ઝુંબેશ આક્રમક બનાવતા બલૂચિસ્તાનનાં યોજનાનાં મોટાભાગના કામકાજમાં અવરોધો સર્જાયા છે. શનિવારે જે હુમલો થયો તેની જવાબદારી અલગતાવાદી સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. તેનાં પ્રવક્તાએ કહ્યું હતું કે ગ્વાદર બંદર આવતા ચીન અને પાક.નાં રોકાણકારો અમારા ટાર્ગેટ છે. ચીન જો બલૂચોનું દમન અને શોષણ બંધ નહી કરે તો તેની યોજના આગળ વધવા દેવાશે નહીં. બલૂચો માટે સંઘર્ષ વ્યાપક બનાવવા આ યોજનામાં અવરોધો સર્જવા તે કારણ બની ગયું છે.
ચીની સૈનિકોની મોટી સંખ્યામાં વધારો થતાં બલૂચો નારાજ
બલૂચો તેમનો વિરોધ દર્શાવવા આત્મઘાતી હુમલા કરવા લાગ્યા છે. ચીનનાં સૈનિકોની મોટી સંખ્યામાં હાજરીથી બલૂચો વિફર્યા છે. બલૂચ નેતા જન મોહમ્મદ બુલેદીએ કહ્યું કે, અમારૃં આંદોલન એક જિહાદ નહીં પણ સામાજિક આધાર છે. લોકો વિદ્રોહ કરે તો તેમનું અપહરણ કરીને હત્યા કરાય છે તેથી યુવાનોએ આત્મઘાતી હુમલાનો માર્ગ પસંદ કર્યો છે. બુલેદીએ કહ્યું અમારૃં અસલી દુશ્મન હજી પાકિસ્તાન જ છે. ચીનને એક તરફ ઉઈગર મુસ્લિમોની સમસ્યા સતાવી રહી છે ત્યારે બીજી તરફ બલૂચોએ પાક. સામે અલગ થવાનો મોરચો ખોલ્યો છે. આમાં પાક. સરકાર અને ચી હવે કેવું વલણ અપનાવે છે તેનાં પર ચીનનાં CPEC પ્રોજેક્ટ અને અબજોનાં મૂડીરોકાણનાં ભાવિનો આધાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનમાં ચીનનાં અબજોનાં મૂડીરોકાણ સામે ખતરો : બલૂચોએ ઊંઘ ઉડાડી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistan-billionaires-in-china/
via Best Gujarati News
0 Comments