ભારતની એર સ્ટ્રાઈકના 75 દિવસ બાદ હજુ પણ પાકિસ્તાનમાં ફફડાટ, F-16 પ્લેનની સુરક્ષાને લઈ ચિતિંત
પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુ સેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કર્યાના 75 દિવસ બાદ પણ પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને હજુ સુધી પોતાના ફાઈટર પ્લેન F-16ની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. સરકારી સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાન એર ફોર્સ પોતાના F-16 ફાઈટર પ્લેનને હોમબેઝ સરગોધા, પંજાબ અને સિંઘથી હટાવીને અલગ-અલગ જગ્યાઓ પર પોતાના ઉપગ્રહની નિગરાની હેઠળ તહેનાત કર્યા છે, જેથી પ્લેન પર તેઓ સતત નજર રાખી શકે.
સુત્રોએ કહ્યું કે, પાકિસ્તાનને ડર છે કે, જો ભારત સ્ટ્રાઈક કરે છે તો, તેમના તમામ વિમાનોને નુકસાન ન પહોંચે. સુત્રોએ એમ પણ જણાવ્યું કે, બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારતને જવાબ આપવામાં નિષ્ફળ રહેલ પાકિસ્તાન એર ફોર્સ એલઓસી અને આંતરરાષ્ટ્રીય બોર્ડરની પાસેના વિસ્તારોમાં એક્ટિવ છે.
પાકિસ્તાને જમ્મુ ક્ષેત્રની પાસે સિયાલકોટમાં ટેન્ક અને હથિયારોને મોટી માત્રામાં તહેનાત કર્યા છે. સુત્રોએ કહ્યું કે, ભારતીય સેના પાકિસ્તાન સેનાની દરેક હરકત પર નજર રાખી રહી છે. પાકિસ્તાન છેલ્લા દોઢ મહિનાથી હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાનના મોટા ભાગના હવાઈ રસ્તા બંધ છે. 26 ફેબ્રુઆરી બાદ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં બ્લેક આઉટ ઘોષિત કરી દેવામાં આવ્યું હતું.
પુલવામામાં સીઆરપીએફ પર જૈશના આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 44 જવાનોનાં મોત નિપજ્યા હતા. જે બાદ હુમલાનો જવાબ આપતાં ભારતીય વાયુ સેનાએ 12 મિરાઝ 2000ને સીમા પાર જઈને બાલાકોટમાં જૈશના અડ્ડાઓને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો. જેમાં જૈશના અનેક આતંકીઓ માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતની એર સ્ટ્રાઈકના 75 દિવસ બાદ હજુ પણ પાકિસ્તાનમાં ફફડાટ, F-16 પ્લેનની સુરક્ષાને લઈ ચિતિંત appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/pakistan-still-wary-about-safety-of-its-f-16-assets-after-balakot-air-strike/
via Best Gujarati News
0 Comments