ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને ચૂંટણીમાં પોતાના ગઠબંધનને ફરીથી જીત અપાવવા બદલ મતદાતાઓનો આભાર માન્યો છે. તેઓએ સમર્થકોને કહ્યું કે, હંમેશા ચમત્કારમાં વિશ્વાસ હતો. તો ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા બિલ શોર્ટને પોતાની પાર્ટીની હાર સ્વીકારી લીધી છે અને કહ્યું કે, પાર્ટી નેતા તરીકે તેઓ રાજીનામું આપી દેશે. શોર્ટનને મેલબોર્નમાં સમર્થકોને કહ્યું કે, સાફ છે કે, લેબર પાર્ટી સરકાર નહીં બનાવી શકે. રાષ્ટ્રહિટમાં મેં વડા પ્રધાન સ્કોટ મોરિસનને શુભકામના પાઠવવા તેમની મુલાકાત કરી હતી.

જો કે હજુ ચૂંટણીનું અંતિમ પરિણામ આવવાનું બાકી છે. પણ 70 ટકાથી વધારે મત ગણતરી સાથે ગઠબંધનની સરકારે જીત હાંસલ કરી દીધી છે. લિબરલ ગઠબંધન 76 સીટોમાંથી 74 સીટો પર આગળ ચાલી રહ્યું છે. તો લેબર પાર્ટી 66 સીટો પર આગળ ચાલી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં શનિવારે ચૂંટણી માટે મતદાન થયું હતું. અહીં 1.64 કરોડ મતદાઓએ મતદાન કર્યું હતું. એક્ઝિટ પોલમાં વિપક્ષી લેબર પાર્ટીની જીત થશે તેવું અનુમાન વ્યક્ત કરાયું હતું. સર્વેમાં લેબર પાર્ટી લિબરલ સંગઠનને માત આપતાં 151 સીટમાંથી 82 સીટ જીતી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓસ્ટ્રેલિયા ઈલેક્શનઃ લિબરલ ગઠબંધને હાંસલ કરી જીત, લેબર પાર્ટીના નેતાએ આપ્યું રાજીનામું appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/australian-pm-scott-morrison-claims-historic-win/
via Best Gujarati News

0 Comments