ટ્રેડ વોરમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નરમ વલણ, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાહનોની આયાત પર કરવામાં આવેલા જંગી વધારાની વાત પર નિર્ણય કરવાનું 6 મહિના સુધી મોકુફ રાખ્યું છે. ટ્રમ્પનો આવું પગલું લેવા પાછળનો હેતું એવો છે કે યુરોપ અને જાપાન સાથે ચાલી રહેલ વેપારની વાટાઘાટો પર દબાણ લાવી શકે. આવા નિર્ણયના કારણે ટ્રમ્પને લઈને ચાલતી વેપારની વૃદ્ધિ વિશેની વાત પર આશંકા ઘટી ગઈ છે.
જ્યારે ટ્રમ્પે ખાલી આયાત પર આવા પ્રકારના ટેક્સ લગાવવાની વાત કરી હતી ત્યારે વૈશ્વિક સ્તરે ઉથલપાથલ મચી ગઈ હતી. કારણ કે દર વર્ષે સેંકડો અરબ ડોલરના વાહનો નવા બને છે અને આયાત-નિકાસ થાય છે. ટ્રમ્પે અમેરિકાનાં વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાજરને કહી દીધું કે, 180 દિવસ સુધી જાપાન, યુરોપીય સંઘ કે પછી બીજા કોઈ દેશ સાથે વાહનોની આયાતને લઈને વાત ન કરે.
હોસ્પિટલ અને એલ્યુમિનિયમમાં વર્ષ 2018માં ટ્રમ્પે જે પ્રમાણે ભાવ વધારો કર્યો હતો એને લઈને યુરોપીયન દેશો પહેલાથી જ નારાજ હતા અને હવે આ નારાજગી વધી છે. જો કે વાહનોની આયાત પર ભાવ વધારો કરવાની વાત પર નિર્ણય કરવાનું 180 દિવસ સુધી ટાળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રેડ વોરમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નરમ વલણ, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/donald-trump-decides-on-import-duty-for-six-months/
via Best Gujarati News
0 Comments