ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવને લઈ હવે ફારસની ખાડીમાં પણ તણાવ વધ્યો છે. અમેરિકાએ ચેતાવણી આપતાં કહ્યું છે કે, ખાડી ઉપરથી પસાર થતાં કોમર્શિયલ પ્લેનને જોખમનો સામનો કરવો પડી શકે છે. અમેરિકા તરફથી આ ચેતાવણી એવા સમયે આવી છે કે જ્યારે, ઈરાને કહ્યું છે કે ખાડી દેશોમાં અમેરિકાના જહાજોને તે સરળતાથી નિશાન બનાવી શકે છે.

ઈરાન અને અમેરિકાના તણાવને કારણે આ ક્ષેત્રમાં વૈશ્વિક એર ટ્રાફિક સામે જોખમ ઉભું થયું હોવાનું અમેરિકાના રાજદ્વારીઓએ જણાવ્યું હતું. તો લોયડ ઓફ લંડને પણ આ ક્ષેત્રમાં શિપિંગ માટે ખતરો વધ્યો હોવાની ચેતાવણી આપી છે. તો સંયુક્ત અરબ અમિરાતના તટ પર ચાર ઓઈલ ટેન્કરોને નિશાન બનાવ્યા હોવાનો આરોપ અધિકારીઓ લગાવી રહ્યા છે. અને યમનમાં ઈરાનથી જોડાયેલાં વિદ્રોહીઓએ સાઉદીની તેલ પાઈપલાઈનમાં ડ્રોન હુમલાની જવાબદારી લીધી છે.

કુવૈત અને સંયુક્ત અરબ અમિરાતમાં તહેનાત અમેરિકાના રાજદ્વારીઓએ ચેતાવણી આપતાં કહ્યું કે, ફારસની ખાડી અને ઓમાનની ખાડી ઉપરથી પસાર થતી તમામ કોમર્શિયલ ઉડાનોને વધતી સૈન્ય ગતિવિધિઓ અને રાજનીતિક તણાવથી અવગત કરાવવાની જરૂર છે.

ઈરાનની અર્થવ્યવસ્થા અમેરિકાના પ્રતિબંધને કારણે પ્રભાવિત થઈ છે. તેની અસર ભારત, ચીન અને પાકિસ્તાનના જેવા દેશોની તેલ આયાત ઉપર પડી છે. ટ્રમ્પ સરકાર ઈરાન સાથે વાતચીત કરવા તૈયાર છે, પણ ઈરાન ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર નથી. બંને દેશો વચ્ચેના તણાવને કારણે અમેરિકાએ પોતાના વોરશિપ અને ફાઈટર પ્લેનને તહેનાત કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાની ચેતાવણી, ફારસથી ખાડી પરથી ઉડતાં પ્લેનને છે ખતરો appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/us-warns-commercial-airliners-flying-in-persian-gulf-amid-iran-tensions/
via Best Gujarati News

0 Comments