ઇન્ટરનેટ પર સનસની મચાવનાર બિલાડીનું થયુ મોત, મહિલા માલિકને કરોડોનું થશે નુક્સાન!
આમ તો લોકો બિલાડી માત્ર શોખ પૂરતી જ રાખતા હોય છે પરંતુ આ બિલાડીનો કિસ્સો કંઈક અલગ જ છે. જીવતા જીવ તો આ બિલાડી ચર્ચામાં રહી જ પણ એનું મોત પણ એક હેડલાઈન બની ગઇ છે. દુનિયાની એક પ્રખ્યાત બિલાડીનું મોત થયું છે. જેની ચર્ચા દુનિયામાં ચોતરફ છે. આ બિલાડીનું નામ હતું ગ્રમ્પી અને ટ્વિટર પર એના ફોલોવર હતા 15 લાખ. એરિજોનામા રહેનારી માલકિને આ બિલાડીની મોતની પૃષ્ટિ કરેલ છે.
ખાસ વાત તો એ છે કે આ બિલાડી ઈન્ટરનેટ પર જબરદસ્ત પ્રખ્યાત હતી. એટલું જ નહીં તેના મીમ અને તેના પર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમજ પુસ્તક પણ લખાઈ ચૂક્યું છે. 2012માં જ્યારે you tube પર વીડિયો વાયરલ થયો એના કારણે દેશ-દુનિયામાં જાણીતી અને માનીતી થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હાલમાં તેની ઉંમર 7 વર્ષની હતી.
વાત એ ખાસ નહોતી કે બિલાડીનો વીડિયો વાયરલ થયો અને દોઢ કરોડ લોકોએ જોયો. પરંતુ તેના લીધે એની માલકિન તબાથા બુંદસેન અરબો રૂપિયાની માલિકી ભોગવતી થઈ ગઈ. બિલાડીનું અસલી નામ ટાર્ડર સોસ હતું. પરંતુ તે ગ્રમ્પીના નામથી જાણીતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં બિલાડી પાસે લગભગ 700 કરોડની મિલકત હતી.
બિલાડી બિમાર હોવાના કારણે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી અને ખૂબ મોટા મોટા ડૉક્ટરો આ સારવાર કરી રહ્યાં હતા. પરંતુ ઈન્ફેક્શનના કારણે તેનું 14 મેંના રોજ મોત થયું હતું. સોશિયલ મીડિયામાં લાખોની સંખ્યામાં લોકોએ આ બિલાડીને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમજ ઘણા લોકોએ કહ્યું કે આ ક્યુટ બિલ્લી હંમેશા યાદ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇન્ટરનેટ પર સનસની મચાવનાર બિલાડીનું થયુ મોત, મહિલા માલિકને કરોડોનું થશે નુક્સાન! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/the-famous-groundbreaking-grumpy-cat-has-died/
via Best Gujarati News
0 Comments