પીપળાના પૂજનથી થાય છે અનેક કષ્ટો દૂર, કરવું જોઇએ આ વસ્તુઓનું દાન
વૃક્ષ-શાસ્ત્ર
જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યાં હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઈએ. માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ પીપળાના વૃક્ષને બહુ પવિત્ર માનવામાં આવ્યું છે. તિબ્બતમાં ‘લાલચંડ’, નેપાળમાં ‘બંગલસિમા’, બર્મામાં ‘સ્યામ’, શ્રીલંકામાં તેને ‘શોલબો’ વગેેરે નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, ‘વૃક્ષમાં હું પીપળો છું.’
જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે પણ શનિવારના પીપળાને દીપદાન કરવું, જળ અને તેલ ચઢાવવું, ઉપાસના કરવી તથા પરિક્રમા કરવી શુભ હોય છે, કારણકે શ્રીવિષ્ણુ અને લક્ષ્મીજી પીપળાના વૃક્ષના થડમાં નિવાસ કરે છે. જે જાતક પીપળાની સેવા-પૂજા કરે છે તેના પર ભગવાન શ્રીવિષ્ણુ, લક્ષ્મીજી અને શનિદેવ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. પીપળાને દરરોજ જળ ચઢાવવાથી ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિ વધતી જાય છે. પીપળાનું વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી તેની જાળવણી કરવી જોઈએ, તેનાથી આૃર્યજનક લાભ મળે છે.
- પીપળાની પરિક્રમા કરવાથી કાલસર્પ દોષ સમાપ્ત થઈ જાય છે.
- શનિદેવના કોઈપણ પ્રકારના અશુભ પ્રભાવને નષ્ટ કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા શુભ ગણાય છે.
- રવિવારને બાદ કરતાં રોજ પીપળાને જળ ચઢાવવાથી જન્મકુંડળીના ઘણા અશુભ માનવામાં આવતાં ગ્રહ યોગોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.
- પુરાણો અનુસાર પીપળામાં સમસ્ત દેવી-દેવતાઓનો નિવાસ હોય છે.
- જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન જોઈતું હોય તો પીપળાના વૃક્ષ નીચે સ્થાપેલા શિવલિંગનું દરરોજ પૂજન કરવું. આમ કરવાથી ગરીબ વ્યક્તિ પણ માલામાલ થવા લાગે છે.
- જ્યારે પિતૃદોષને કારણે કષ્ટ થઈ રહ્યા હોય ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા માટે દરરોજ પીપળાનું પૂજન કરવું જોઈએ.
- દરિદ્રતા કે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પીપળાની સેવા-પૂજા કરવી જોઈએ.
nakshatra@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પીપળાના પૂજનથી થાય છે અનેક કષ્ટો દૂર, કરવું જોઇએ આ વસ્તુઓનું દાન appeared first on Sandesh.
from Nakshatra – Sandesh http://sandesh.com/spiritual-peepel-tree-worship-is-done-away-with-many-problems/
via Best Gujarati News
0 Comments