હસ્તાક્ષર સંદેશ

જીવનમાં પરિવર્તન લાવવું પડે છે. શુભ પરિવર્તનથી જીવનશૈલી ઉત્તમ બનાવી શકાય. સવારસાંજની અસ્તિત્વ ટકાવી રાખવાની દોડમાં અવરોધો અંતરાયો અને તકલીફો સામે આવે ત્યારે પ્રયત્નો જો નિષ્ફળ જાય તો ઘણું સહન કરવું પડે છે. માનસિક-શારીરિક અને આર્થિક અથડામણો વધી જાય અને ધ્યેયને પહોંચવા માટે બેબાકળા થવા છતાં સફળતા ના મળે ત્યારે ‘હસ્તાક્ષર’ શાસ્ત્ર ખૂબ ઉપયોગી નીવડે છે. આ શાસ્ત્રમાં માર્ગદર્શન ઉપરાંત સફળતાની ચાવીઓ ઉપલબ્ધ હોય છે.

સીધી સરળ વાત. હકારાત્મક હસ્તાક્ષર સફળતાનાં દ્વાર ખોલવાનું સચોટ માધ્યમ બની શકે છે. જો એનો નિખાલસતાથી પોતાના લાભ માટે સ્વીકાર કરીએ અને દરેક કાર્યની શરૂઆત શુભતત્ત્વથી થાય તો પરિણામ પણ શુભત્વસભર રહે. એમ જો હસ્તાક્ષર લખવાની શરૂઆત પણ પોઝીટીવ હોય તો જીવન પણ પોઝીટીવ બનાવી શકાય છે એવું પ્રમાણભૂત રીતે કહી શકાય, કારણકે એનો લાભ લેનારી અસખ્ય વ્યક્તિઓ સફળતા મેળવી ચૂકી હોવાનું જોવા મળ્યું છે.

સીગ્નેચર એક એવો પૂરાવો છે જેમાં આપની સૂઝબૂઝ-મન-વચન-વિચારધારા-સમજણ- પરિપક્વતા-અપેક્ષાઓ-અરમાનો અને જવાબદારીઓને પૂર્ણતઃ સફળ કરવાનું આપ સ્વંય સ્વીકારો છો જેના પૂરાવારૂપે હસ્તાક્ષર કરો છો. માટે એને ગંભીરતાથી લો અને હસ્તાક્ષર પૂર્ણ સભાન અવસ્થામાં કરાય તો એ જ યોગ્ય ગણાય અને કાનૂની રીતે સત્ય ગણાય. ‘આપની સહી ફક્ત ને ફક્ત આપ જ કરવાનો અધિકાર ધરાવો છો’. આ જન્મસિદ્ધ અધિકાર છે.

નકારાત્મક હસ્તાક્ષર વિશે કેટલીક વાત  

અનધિકૃત હસ્તાક્ષર

આપની સીગ્નેચર ઉપર આપનો જ અધિકાર છે એ બીજી કોઈ વ્યક્તિ ના કરી શકે. હકીક્તમાં તો આપ પોતે પણ એકસરખી ત્રણ સીગ્નેચર કરી શક્તા નથી. કોઈ ને કોઈક નજીવો-ફરક આવી જ જાય છે કારણકે ચંદ્ર બહુ જ ગતિશીલ ગ્રહ છે જે એમનાં મગજ સાથે સીધો સંબંધ ધરાવે છે. અનિર્ણાયક વ્યક્તિઓનાં હસ્તાક્ષરમાં `appreciable difference’જોવા મળે છે.

સંકુચિત સીગ્નેચર  

જે હસ્તાક્ષર સંકુચિત હોય, ખૂબ ઝીણવટભરી રીતે લખાય અને ભરાવદાર તત્વ ના બતાવે એ સીગ્નેચર ‘સંકુચિત’ પ્રકારનો નેગેટીવ પ્રકાર છે. આવી વ્યક્તિઓ ‘સૈધ્ધાંતિક જડતા’ને કારણે લાભ કયારે મેળવી શક્તી નથી. `Broad Signature’ કરવાથી સારું પડે, જેથી મુક્ત મન રાખી નિર્ણય કરી શકાય.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા

પરિપક્વ અભિનેત્રી રાનીની કુછ કુછ હોતા હૈ-યુવા અને રાની મુખર્જીની મુળાકૃતિ- સીગેન્ચર આકૃતિ અને જીવનરેખાકૃતિ વચ્ચે ખૂબ આત્મીયતાભર્યો સંબંધ છે. હાસ્ય-અદાકારી અને બિન્દાસ રીતે અભિનય કરતી આ અભિનેત્રીએ લગ્ન કરીને પોતાના પતિને ભાગ્યોદયનો લાભ આપ્યો છે અને જે યોગદાન ફિલ્મીક્ષેત્રે આપું છે એવું જ પ્રમાણભૂત યોગદાન લગ્નજીવનમાં પણ આખી રહી છે. અભિનયની અલંકારિક્તાથી સભર શૈલીની છટા એક અલગ જ વ્યક્તિ બની સાક્ષી આપે છે. અક્ષરોના લખાણમાં પરિપક્વતા-લયબદ્ધતા અને રસિકતાના દર્શન થાય છે.

બંનેના લગ્નજીવનમાં આત્મીયતાનો આવિર્ભાવ છે અને સંવેદનાનો ભરપૂર ખજાનો છે. સંવેદનાપૂર્ણ સ્પંદનોથી પરિપૂર્ણ રાની મુખર્જી ખરેખર ‘રાણી’ જેટલી દેદિપ્યમાન (gorgeous) છે.

આગામી સમયમાં બંને ફિલ્મી પ્રોડકશનમાં પોતાનું મહામોટું યોગદાન આપશે અને એકાદ એમનું બાળક ફિલ્મી ક્ષેત્રે પદાર્પણ કરશે.

  • શુભંભવતુ

પં.વ્રજકિશોર જ ધ્યાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હકારાત્મક હસ્તાક્ષર સફળતાનાં દ્વાર ખોલે છે appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/positive-signature-successful/
via Best Gujarati News

0 Comments