રત્ન-વિજ્ઞાન

હાલન એક ઉપરત્ન છે. તે મુખ્યત્વે જાંબલી કે વાદળી રંગમાં જોવા મળે છે. આ સિવાયના અન્ય રંગની ઝાંય ધરાવતા ઝાલન પણ જોવા મળે છે. આ ઉપરત્નને હલાવવાથી અંદરનો રંગ જાણે હલતો હોય એવું દેખાય છે. આ ઉપરત્ન પ્રેમ વધારે છે અને પ્રેમીઓનું મિલન કરાવે છે. આ ઉપરત્નને ગળામાં અથવા જમણા હાથની અનામિકા આંગળીમાં પહેરી શકાય. તેને બુટ્ટી કે બાજુબંધ તરીકે પણ તે પહેરી શકાય. ખિસ્સામાં પણ રાખી શકાય. શુક્રદેવની અસરયુક્ત આ ઉપરત્નનું આદાન-પ્રદાન એકાંતમાં કરવાથી પ્રેમીઓ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે, પરંતુ એ પ્રેમ નિખાલસ હોવો જરૂરી છે. હાલન પહેરતાં પહેલાં અને પહેર્યા પછી પણ ‘ૐ શું શુક્રાય નમઃ।’ અથવા ‘મમ પ્રીતિપાત્ર વૃયામય કુરુ કુરુ સ્વાહા ફટ્।’ મંત્રનો યથાશક્તિ જાપ કરવો જોઈએ.

રત્નો વિશે યાદ રાખવા જેવી કેટલીક બાબતો  

  • પ્રાણ પ્રતિષ્ઠા કર્યા વિનાનાં રત્નો ધારણ કરવાથી કોઈ પરિણામ મળતું નથી.
  • સ્ત્રી કે પુરુષે ડાબા હાથમાં કોઈપણ મુખ્ય રત્ન ધારણ ન કરવું.
  • રત્નોને લોકેટ કે બુટ્ટી સ્વરૂપે પણ ધારણ કરી શકાય છે.
  • રત્નો શોખ ખાતર ક્યારેય ધારણ કરવાં જોઈએ નહીં. કુંડળીમાં જે-તે ગ્રહની સ્થિતિ ખરાબ હોય ત્યારે જરૂર પ્રમાણેનું રત્ન ધારણ કરી શકાય.
  • નકલી રત્નો ધારણ કરવામાં આવે તો લાભને બદલે નુકસાન થઈ શકે છે.
  • નકલી રત્નો પહેરવા કરતાં મુખ્ય રત્નનાં ઉપરત્નો ધારણ કરવાં જોઈએ, જે પ્રમાણમાં સસ્તાં હોય છે.
  • દરેક રત્ન તેની નિશ્ચિત આંગળી, ધાતુ અને આકારમાં ધારણ કરવાથી જ લાભ મળે છે.
  • એક જ આંગળીમાં એકથી વધારે રત્ન ધારણ ન કરવાં.
  • મિત્ર ગ્રહનાં રત્નો સાથે ધારણ કરી શકાય, પરંતુ શત્રુ ગ્રહનો રત્નો ધારણ કરવાં જોઈએ નહીં. તેથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
  • જે ગ્રહનું રત્ન ધારણ કર્યું હોય તે ગ્રહનો બીજમંત્ર કે અન્ય કોઈ મંત્રનો જાપ દરરોજ કરવો જોઈએ.
  • અસલ રત્નનું તેજ-પ્રભા સર્વત્ર સમાન હોય છે.
  • કીંમતી રત્નોનું વજન વધુ હોય છે એવું હોતું નથી.
  • સંકલ્પ સિવાય સિદ્ધિ નથી મળતી. પ્રાણપ્રતિષ્ઠા વિના કોઈ બાબત પ્રભાવશાળી બનતી નથી. રત્નો પ્રાણપ્રતિષ્ઠા, પૂજા વિના પ્રભાવશૂન્ય બને છે. તેથી રત્ન ધારણ કરતાં પહેલાં તે રત્નની પ્રાણપ્રતિષ્ઠા જરૂર કરાવવી જોઈએ.
  • સૂર્યને શક્તિશાળી બનાવવો હોય તો માણિક્ય ઉપયોગી છે. માણિક્યને સોનાની અંગૂઠીમાં અનામિકા આંગળી પર રવિવારે પુષ્ય યોગમાં ધારણ કરાય.
  • ચંદ્રને શક્તિશાળી બનાવવા માટે મોતી ઉપયોગી છે. તેને ચાંદીની વીંટીમાં શુક્લ પક્ષના સોમવારના દિવસ હોય ત્યારે રોહિણી નક્ષત્રમાં ધારણ કરાય.
  • મંગળને શક્તિશાળી બનાવવા માટે લાલ રત્નને સોનાની અંગૂઠીમાં જડીને તેને મંગળવારે અનુરાધા નક્ષત્રમાં સૂર્યોદયથી એક કલાક પછીના સમયમાં ધારણ કરાય.
  • બુધ ગ્રહનો મુખ્ય રત્ન પન્ના છે. એ મુખ્યત્વે પાંચ રંગોમાં જોવા મળે છે. પાણી, પોપટની પાંખ, સિરસનું ફૂલ, સેડ્રલનું ફૂલ અને મયૂરપંખ, આ પાંચ રંગો પન્નામાં મુખ્ય હોય છે. આમાંનો કોઈ પણ શેડ ભલે હોય, પરંતુ એ ચમકીલો અને પારદર્શક હોવો જોઈએ. તેને પ્લેટિનમ કે સોનાની વીંટીમાં બુધવારે વહેલી સવારે ધારણ કરાય.

nakshatra@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેવળ શોખ ખાતર રત્નો ધારણ ન કરવાં appeared first on Sandesh.



from Nakshatra – Sandesh http://sandesh.com/just-hobbies/
via Best Gujarati News

0 Comments