। મુંબઈ  ।

શેરબજારમાં બુધવારે અફરાતફરી જોવાયા બાદ છેલ્લાં એક કલાકમાં વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી તીવ્ર ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત સકારાત્મક રહી હતી પરંતુ પાછળથી સુધારો ઘટાડામાં ફેરવાઈ ગયો હતો. એક તબક્કે સેન્સેક્સ ૨૨૦.૩૨ પોઇન્ટ વધી રૂ.૩૭,૫૩૯.૦૫ અને નિફ્ટી ૪૯.૬૫ પોઇન્ટ વધી ૧૧,૨૭૧ ઉપર પહોંચ્યા હતા.દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૦૩.૬૫ પોઇન્ટ ઘટી ૩૭,૧૧૪.૮૮ અને નિફ્ટી ૬૫.૦૫ પોઇન્ટ ઘટી ૧૧,૧૫૭ ઉપર બંધ થયા હતા. મેટલ શેર્સ ૨ ટકા, ટેલિકોમ શેર્સ ૧.૭૧ ટકા અને ઓટો શેર્સ ૧.૨૬ ટકા ઘટયા હતા.

યસ બેન્ક અને તાતા મોટર્સના શેરમાં ૮ ટકાનો ઘટાડો અનુભવાયો હતો. યસ બેન્કનો શેર રૂ.૧૨.૩૦ ઘટી રૂ.૧૪૨.૯૫ થયો તે સાથે બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. તાતા મોટર્સનો શેર રૂ.૧૫.૦૫ ઘટી રૂ.૧૬૯.૪૫ ઉપર બંધ થયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કે શેરબજારને એક તબક્કે આગળ વધવામાં સહાય કરી હતી.

બજાજ ફાઇનાન્સ, આઇટીસી, કોટક બેન્ક, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક વધ્યા હતા જ્યારે તાતા મોટર્સ, યસ બેન્ક, સન ફાર્મા અને કોલ ઈન્ડિયા ઘટયા હતા.

યસ બેન્કનો શેર રૂ.૧૨.૩૦ ઘટી રૂ.૧૪૨.૯૫ થયો તે સાથે બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. વેલસ્પન એન્ટરપ્રાઇઝે માર્ચનું પ્રોત્સાહક પરિણામ રજૂ કર્યું હતું. કંપનીનો માર્ચનો ચોખ્ખો નફો ૧૭.૩ ટકા વધી રૂ.૨૯.૬ કરોડ થયો હતો અને આવક ૭૮.૯ ટકા વધી રૂ.૭૨૫.૧ કરોડ થઈ હતી.

યુનિયન બેન્કે માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૩,૩૬૯ કરોડનું નુકસાન કર્યું હતું. આથી, એક તબક્કે શેરનો ભાવ ૭.૮ ટકા ઘટી રૂ.૭૩.૪૫ થયો હતો. શેર રૂ.૭.૮૫ના ઘટાડા સાથે રૂ.૭૧.૪૫ ઉપર બંધ થયો હતો. રેલવે પીએસયુ રાઇટ્સમાં ૧૫ ટકા હિસ્સો વેચી રૂ.૭૦૦ કરોડની રકમ ઊભી કરવા સરકાર વિચારી રહી છે.

ઝી મીડિયા કોર્પોરેશનનો શેર ૧૦ ટકા ઘટી એક તબક્કે રૂ.૧૩.૧૫ થયો હતો. કંપનીએ માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૮૬.૬૬ કરોડનું નુકસાન કર્યું હતું કે જે સામે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ.૨.૪૬ કરોડનો નફો કર્યો હતો.

લુપિને માર્ચમાં રૂ.૨૮૯.૬ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો કે જે સામે ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીએ રૂ.૭૮૩.૫ કરોડની ખોટ કરી હતી. કંપનીની આવક વધીને રૂ.૪,૪૦૬ કરોડ થઈ હતી. જોકે, શેરનો ભાવ રૂ.૨૮.૨૫ ઘટી રૂ.૭૮૨.૧૫ ઉપર બંધ થયો હતો.

છેલ્લાં નવ સત્રમાં સેન્સેક્સ ૧,૯૪૦ પોઇન્ટ તૂટયો હતો અને રોકાણકારોના રૂ.૮.૫૩ લાખ કરોડનું ધોવાણ થયું હતું. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર શેરબજારમાં રોકાણકારોનું વલણ આક્રમક રહ્યું નથી કેમકે પ્રત્યેક ઉછાળે નફો અંકે કરી લેવાનું તેઓ મુનાસિબ માને છે.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો 

અમેરિકાના ક્રૂડ તેલના જથ્થામાં ઓચિંતો વધારો થતા અને ચીનનું દ્યોગિક ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું આવતા ક્રૂડ તેલના ભાવ ઘટયા હતા. બ્રેન્ટ ક્રૂડ વાયદો એક બેરલે ૧૮ સેન્ટ ઘટી ૭૧.૦૬ ડોલર અને ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ વાયદો એક બેરલે ૪૫ સેન્ટ ઘટી ૬૧.૩૩ ડોલર થયો હતો.

ડીઆઇઆઇની લેવાલી, એફઆઇઆઇની વેચવાલી 

ડીઆઇઆઇ (ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ) દ્વારા મંગળવારે રૂ.૨,૨૪૨.૯૧ કરોડના શેર્સની ખરીદી કરવામાં આવી હતી જયારે ફોરેન ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ) દ્વારા રૂ.૨,૦૧૧.૮૫ કરોડના શેર્સ વેચ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રોકાણકારોની નવેસરની વેચવાલીએ શેરબજાર ફરીથી તૂટયું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/investors-renewed-sell/
via Best Gujarati News

0 Comments