વૈશ્વિક બજારો પાછળ સેન્સેક્સ-નિફ્ટી નજીવા વધારા સાથે ખૂલ્યા
શેરબજારમાં છેલ્લાં કેટલાંક સેશનથી સતત વોલેટાલિટી જોવા મળી રહી છે. પરંતુ ગઇકાલે અમેરિકન બજારોમાં તેજી રહેતા આજે સવારે એશિયન બજારોમાં નજીવી તેજી જોવા મળી હતી. તેની અસર આજે ભારતીય શેરબજારો પર જોવા મળતા પોઝીટીવ ઝોનમાં ખૂલ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 63 અંકની તેજી સાથે ખૂલ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 23.55 અંકની તેજી સાથે શરૂઆત કરી.
ક્રૂડ ઓઇલના વધતા ભાવ, રૂપિયાની નરમાઇ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઘટતા અર્થતંત્રની સામે પડકારો વધી રહ્યા છે. મોદી સરકારની ફાઇનાન્સ મિનિસ્ટ્રીના એક રિપોર્ટમાં ઇકોનોમીમાં સુસ્તીના સંકેત મળી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રાઇવેટ કંઝમ્પશન ઓછું હોવાથી, ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટનો ગ્રોથ સુસ્ત થતાં અને નિકાસમાં કંઇ ખાસ વધારો ના થતા આ સ્થિતિ બનતી દેખાય રહી છે. આ તમામ કારણોની સાથો સાથ લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલી અનિશ્ચિતતાના લીધે પણ આવનારા મહિનામાં બજારમાં વોલેટાલિટી વધી શકે છે. આવા સમયે રોકાણકારોએ શેરબજારમાં સમજી વિચારીને રોકાણ કરવું જોઇએ તેવું નિષ્ણાતોનું કહેવું છે.
સવારે 9.31 વાગ્યે સેન્સેક્સ 29.75 અંકની તેજી સાથે 37144 અને નિફ્ટી 11.50 અંકની સાથે 11168 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ભારતીય શેરબજારો નીચા મથાળે બંધ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વૈશ્વિક બજારો પાછળ સેન્સેક્સ-નિફ્ટી નજીવા વધારા સાથે ખૂલ્યા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/sensex-and-nifty-opening-green-zone/
via Best Gujarati News
0 Comments