ઇન્સ્ટાગ્રામ પર ૪૦ લાખ ફોલોઅર્સ ધરાવતી વિખ્યાત અમેરિકન ટીવી એક્ટ્રેસ એરિયલ વિન્ટરે એરિયલે હાલમાં પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો તો અમુક લોકો એ વાતે તૂટી પડયા કે આ બાઈ તો પ્લાસ્ટિક સર્જરીઓ કરાવ્યા જ કરે છે. એક ભાઈએ લખ્યું, ‘બબ્બે વાર સ્તન નાનાં કરાવ્યાં એ તો દેખીતું છે જે. અને હવે ચીક બોન, ચિન શેવિંગ અને લિપ ફિલર્સ…’ બોલો, તમને આ છેલ્લા શબ્દો સમજાયા? ન સમજાયા હોય તો પણ કશો વાંધો નહીં. એરિયલ વિન્ટરે પણ પોતાના વિરોધીઓની બોલતી બંધ કરતો જવાબ આપતી વખતે એ જ લખ્યું કે ‘આમ તો હું જવાબ આપવાની જ નહોતી, પણ… મને કોઈ એ સમજાવો કે આ બધું ચીક બોન ને ચિન શેવિંગ અને લિપ ફિલર્સ ને એ બધું શું છે?’ અલબત્ત, એરિયલને આ શબ્દોના અર્થ ખબર છે, પણ ટીકાકારે જે રીતે ગાલ, હડપચી અને હોઠમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનો એરિયલ પર આરોપ મૂક્યો તેને નકારી કાઢવા એરિયલે એવા ટોનમાં લખ્યું કે આવી કશી સર્જરી વિશે હું કશું જાણતી નથી. વધારામાં એણે ઉમેર્યું, સ્તન નાનાં કરાવવાની મેં બે સર્જરી નથી કરાવી, ફક્ત એક જ કરાવી છે. અને બાકી તો, વજન ઉતાર્યું છે.

ટૂંકમાં, એરિયલે હસતાં હસતાં, પ્રેમપૂર્વક ટીકાકારોને સાનમાં સમજાવી દીધું કે લોહી પીવાનું બંધ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટીકાનો જવાબ આપવાની એક અનોખી અદા appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/criticism-reply-to-one-ano/
via Best Gujarati News

0 Comments