કોલેજ કેમ્પસની ખટપટ દર્શકોને કેટલી આકર્ષી શકે?
ફિલ્મોગ્રાફ : દિવ્યેશ વેકરીયા
કોલેજ લાઈફ્નો પડાવ દરેક માણસ માટે અવિસ્મરણીય યાદો સાથે લખાયેલો હોય છે. કોલેજકાળના પ્રારંભથી પુર્ણાહૂતિ સુધીમાં થયેલા અનુભવ તેને જિંદગીની રાહ બતાવે છે. કરિયરનું ર્ફ્સ્ટ સ્ટેપ અહીંથી જ લખાતું હોય છે. પ્રેમ, સ્પર્ધા, દુશ્મની, જૂથબંધી, હાર-જીત, દેખા-દેખી અને જાત-ભાતની શીખવા જેવી અને ન શીખવા જેવી બાબતોનો પાયો કોલેજકાળમાં જ માણસના મગજમાં ઘર કરી જતો હોય છે. એ કોલેજ લાઈફ હિન્દી સિનેમા માટે પણ ઓલટાઈમ બેસ્ટ સ્ટોરી પ્લોટ રહ્યો છે. અનેક એવી ફ્લ્મિો છે જેમાં કોલેજ ટાઈમની વાત આખી ફ્લ્મિમાં ન હોય પણ ઘણી એવી બહેતરીન ફ્લ્મિો છે સ્ટાર્ટ ટુ એન્ડ કોલેજની આસપાસ જ ફ્લ્મિ ફ્રતી હોય છે.
વર્ષ ૨૦૧૨માં દિગ્દર્શક કરણ જોહરે ત્રણ નવા સિતારાઓ (આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા) પર જુગાર ખેલીને કોલેજ કેમ્પસ લાઈફ પર ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફ્લ્મિ બનાવી. કરણ જોહરની ચમક દમક અને ગ્લેમરથી છલકાતી ફ્લ્મિે લાઈમલાઈટ સાથે નફે પણ રળી લીધો હતો. એટલું જ નહીં આ ફ્લ્મિથી જ હિન્દી સિનેમાના સાંપ્રત સમયના પ્રથમ હરોળના બે કલાકારો વરૂણ ધવન અને આલિયા ભટ્ટ મળ્યા હતાં. સિદ્ધાર્થ મલ્હોત્રાની કરિયર પુરી નથી થઈ પણ વરૂણ અને આલિયા જેવી સ્પીડ ન મળી.
‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સક્સેસને ખાટવા કરણ જોહરે આ ફ્લ્મિને ફ્રેન્ચાઈઝીમાં કન્વર્ટ કરી નાખી અને પાર્ટ ટુ બનાવી લીધો. ફ્લ્મિના દિગ્દર્શક તરીકેની જવાબદારી પુનિત મલ્હોત્રાને આપી અને આ ફ્લ્મિમાં બે રૂપસુંદરી (તારા સુતરિયા અને ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે)નું પદાર્પણ કરાવ્યું. સાથે લેડી લવ અને યુથ સ્ટાર ટાઈગર શ્રોફ્ને લીધો પણ જમાવટ ન પડી. પ્રથમ ભાગમાં કરણે નફે કર્યો હતો. આ વખતે વકરો કરવાની વાત ભૂલીને એ ગણતરી કરવી પડશે કે નુકસાન કેટલું આવશે?
કોલેજ લાઈફ્ની તિકડમ ખાસ કરીને યુવા દર્શકોને થીએટર સુધી ખેંચી લાવતી હોય છે. હિન્દી સિનેમામાં કોલેજ લાઈફ્ને સેન્ટરમાં રાખીને શાનદાર અને બકવાસ બંને પ્રકારની ફ્લ્મિો બની છે.
કોલેજ લાઈફ હોય એટલે મોટાભાગે પ્રેમકથાને જ ફ્લ્મિકારે કચકડે મઢી હોય તેવું બનતું હોય છે. લવસ્ટોરીની વાત અનેક ફ્લ્મિોમાં છે. પણ દિગ્દર્શક મનસૂર ખાને વર્ષ ૧૯૯૨માં એક નવો જ અધ્યાય લખ્યો હતો. આમિર ખાનને લઈને મનસૂરે ‘જો જીતા વહી સિકંદર’ ફ્લ્મિ બનાવી હતી. ભારતીય સિનેમાની ગ્રેટેસ્ટ સ્પોર્ટ્સ ડ્રામા અને કોલેજ લાઈફ ફ્લ્મિોમાંની એક આ ફ્લ્મિ છે. આ ફ્લ્મિોના ગીત, બેકગ્રાઉન્ડ વિઝયુલ અને તેની કોરિયોગ્રાફી આજેપણ પ્રથમ ક્રમાંકે આવે તેવી છે. ફ્લ્મિમાં એ બધું જ હતું કે યુથને આ ફ્લ્મિ વારંવાર જોવાની આદત લાગી જાય. તમિલમાં સુપરસ્ટાર વિજયની ‘બદરી’, તેલગુમાં પવન કલ્યાણની ‘થમ્મુડુ’, કન્નડમાં શિવરાજકુમારની ‘યુવરાજા’ અને બંગાળીમાં જીતની ‘ચેમ્પિયન’ ફ્લ્મિ આજ ફ્લ્મિની રિમેક હતી.
રાજકુમાર હિરાણીએ બનાવેલી ‘૩ ઈડિયટ્સ’ બિગેસ્ટ સકસેસ ફ્લ્મિ રહી. આમિર ખાનની આ ફ્લ્મિે તે વર્ષે સર્વાધિક કમાણીનો વિક્રમ બનાવ્યો હતો. કોલેજ લાઈફ, એજ્યુકેશન સિસ્ટમ અને કરિયર ચોઈસની વાત કરતી આ ફ્લ્મિ નાના મોટા સૌની માનીતી બની ગઈ હતી. આમિર ખાનની ‘રંગ દે બસંતી’ કોલેજ લાઈફ ફ્લ્મિની જ વાત હતી.
કોલેજને સેન્ટરમાં રાખીને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન પણ પાર પાડવાના તુક્કા ફ્લ્મિકારોએ અજમાવી લીધા છે. શાહરૂખ ખાનની ‘મૈં હુ ના’ એવી જ ફ્લ્મિ હતી અને બ્લોકબસ્ટર હિટ પણ રહી હતી. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનની ટક્કરવાળી ‘મોહબતેં’ તો લવ લાઈફ શીખવતી કોલેજ કથા હતી. આદિત્ય ચોપરાની આ ફ્લ્મિના ગીતો જેટલાં હિટ રહ્યાં એટલી જ સફ્ળતા ફ્લ્મિને મળી હતી. વળી, ઉદય ચોપરા, જુગલ હંસરાજ, જિમ્મી શેરગિલ, શમિતા શેટ્ટી, કિમ શર્મા અને પ્રિતી જાંગિયાની જેવા અડધો ડઝન કલાકારોનું લોન્ચિંગ પણ આ ફ્લ્મિથી જ થયું હતું. મતલબ કે નવા કલાકારોને લોન્ચ કરવા માટેનો બેસ્ટ સ્ટોરી પ્લોટ પણ કોલેજ લાઈફ કહી શકાય. આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનની તો હવે અલમોસ્ટ એક્ઝિટ જ થઈ ગઈ છે પણ તેનું સ્ટાર્ટઅપ કોલેજ લાઈફ પરની જ ફ્લ્મિ ‘જાને તુ…યા જાને ના’ હતી. અલબત્ત, આ ફ્લ્મિને જબરદસ્ત સફ્ળતા પણ મળી હતી.
આદિત્ય ચોપરાએ વાય ફ્લ્મ્સિ નામની એક બ્રાન્ડ શરૂ કરી હતી. જેમાં નવા ટેલેન્ટને પ્લેટફેર્મ આપવામાં આવતું હતું. હવે તો આ પ્લેટફેર્મ જ બંધ થઈ ગયું છે પણ તેમાં આવેલી એક ફ્લ્મિ ‘મુઝસે ફ્રેન્ડશીપ કરોંગે’ સરસ ફ્લ્મિ હતી. શ્રદ્ધા કપૂરની ફ્લ્મિ ‘લવ કા ધ એન્ડ’ આ જ પ્લેટફેર્મનો એક ભાગ હતો. અને શ્રદ્ધાનું ધમાકેદાર લોન્ચિંગ પણ આ જ ફ્લ્મિથી થયું તેમ કહી શકાય. હા, શ્રદ્ધાની ર્ફ્સ્ટ ફ્લ્મિ ભલે ‘તીન પત્તી’ લખાતી હોય તેને લાઈમલાઈટ આ ફ્લ્મિથી મળી હતી. જેકી ભાગનાનીની ‘ફલતુ’ ફ્લ્મિની વાત પણ આખી કોલેજ અને ઈન્ટર યુનિવર્સિટી કોમ્પિટિશન પર જ હતી.
કોલેજ લાઈફ્નો ફ્લ્મિીડોઝ દર્શકોને આકર્ષે છે, શરત એટલી કે તેનો કોકટેલ ટેસ્ટ બનાવનારામાં પુરેપુરો દમ હોવો જોઈએ. શ્રેયસ તળપદેની વર્ષ ૨૦૦૭માં આવેલી ‘દિલ દોસ્તી એટ્સ’ ખાસ સફ્ળ નહોતી રહી પણ જબરદસ્ત ફ્લ્મિ હતી. કોલેજકાળમાં ઊભરતું યુવા નેતૃત્વ અને આમને-સામનેનો જંગ આ ફ્લ્મિમાં દર્શાવાયો હતો. કોલેજને સેન્ટરમાં રાખીને કોમેડીથી લઈને ક્લાસિક કલ્ટ સબ્જેક્ટ પરની ફ્લ્મિો બની છે.
vekariadivyesh@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોલેજ કેમ્પસની ખટપટ દર્શકોને કેટલી આકર્ષી શકે? appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/college-campus-quiz-view/
via Best Gujarati News
0 Comments