એલિસા મિલાનોનું ‘નો સેક્સ’ આંદોલન ફ્લોપ નિવડયું
ગયા વર્ષે મહારથી હાર્વી વેઇન્સ્ટીન દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ વિશેનો વિવાદ ચગ્યો ત્યારે અમેરિકાની એ ગ્રેડની અભિનેત્રી અને હવે એ ગ્રેડની ચળવળકર્તા તરીકે જાણીતી એલિસા મિલાનો એક રાતે આ પ્રમાણે ટ્વીટ કરીને સૂઈ ગઈઃ જો તમારી પણ જાતીય સતામણી થઈ હોય તો આ ટ્વીટના જવાબમાં લખો, મી ટૂ.
બીજે દિવસે સવારે એ ઊઠી ત્યાં સુધીમાં એક-બે-પાંચ-વીસ-સો-બસો નહીં, પૂરા ૫૩,૦૦૦ જવાબો એની ટ્વીટ નીચે નોંધાઈ ચૂક્યા હતા, જેમાંના મોટા ભાગના જવાબમાં ફક્ત આટલું જ લખાયું હતું : મી ટૂ. પછીના ૨૪ કલાકમાં ટ્વીટર અને ફેસબુક પર ‘મી ટૂ’ શબ્દપ્રયોગ ૧.૨ કરોડ વાર લખાયો અને ચળવળ વિશ્વભરમાં વ્યાપી ગઈ.
પણ ગયા અઠવાડિયે આ જ એલિસા મિલાનોએ અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં ગર્ભપાત પર બ્રેક મારતા એક કાયદાના વિરોધમાં આંદોલન જગાવવાની કોશિશ કરી ત્યારે એને સરિયામ નિષ્ફળતા મળી. થયું એવું કે સ્ત્રીનો તેના શરીર પર પૂરેપૂરો અધિકાર હોવો જોઈએ એવી માગણી સાથે એલિસાએ મહિલાઓને એવું આહવાન આપ્યું કે મહિલાના શરીરને કાયદાની કેદમાંથી છોડાવવા માટે ચાલો, આપણે મહિલાઓ સેક્સ ઉપવાસ આંદોલન શરૂ કરીએ. પુરુષોને કહી દેવાનું કે નજીક ન આવશો. એ લોકો આપોઆપ સીધા થઈ જશે અને બંધનકર્તા કાયદો દૂર થઈ જશે.
પણ પુરુષો છોડો, સ્ત્રીઓએ પણ મહિલાઓને આ મામલે સહકાર ન આપ્યો. એટલું જ નહીં, એલિસાની આ ઝુંબેશમાં જોડાવાને બદલે મોટા ભાગની સ્ત્રીઓએ એમ કહીને તેની ઝાટકણી કાઢી કે સેક્સનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આ આખો આઇડિયા જ વાહિયાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એલિસા મિલાનોનું ‘નો સેક્સ’ આંદોલન ફ્લોપ નિવડયું appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/alisa-milano-no-sex/
via Best Gujarati News
0 Comments