બેન એફ્લેક અને જેનીફર ગાર્નર એમના એક દાયકાના લગ્નજીવન દરમિયાન આંખ ઠારે એવું કપલ ગણાયાં હતાં એ લગ્નથી એમને ત્રણ સંતાનો થયાં હતાં. છતાં ગયા વર્ષે તેમણે છૂટાછેડા લીધા ત્યારે એમને એક્ઝેક્ટલી કઈ વાતે વાંધો પડયો તે આપણે જાણી શકીએ તેમ નથી, કારણ કે આ બન્નેએ પોતાના ગંદા કપડાં જાહેરમાં ધોવાનું ટાળ્યું હતું (છતાં એવી ગુસપુસ ચાલેલી કે બેન એફ્લેકે પરસ્ત્રી સાથે સંબંધ બાંધ્યો હોવાને લીધે અથવા તો તેનું શરાબ-સેવન અને જુગાર રમવાનો શોખ સંતાનો પર અવળી અસર પાડી શકે એવો જેનીફરને ડર લાગ્યો હોવાને કારણે છૂટાછેડા થયા). ખેર, શાંતિથી છૂટા પડયા પછી પણ તેઓ જે રીતે એકમેકનો આદર જાળવીને ગરીમાપૂર્વક વર્તી રહ્યા છે, એ જોવાલાયક છે. જેમ કે, ગયા અઠવાડિયે મધર્સ ડે નિમિત્તે બેન એફ્લેકે પોતાની મમ્મી અને ભૂતપૂર્વ પત્ની જેનીફરનો એક ફોટો (ઉપરવાળો) અપલોડ કરીને સાથે એક કેપ્શન લખીઃ જેમણે મને પ્રેમનો અર્થ શીખવ્યો તેવી આ બે અફલાતૂન મમ્મીઓને હેપી મધર્સ ડે. શક્ય છે આ કેપ્શન વાંચીને જેનીફર મનોમન કદાચ આવું કશુંક કહ્યું હશે, તારા સો ગુના તો માફ થઈ શકે તેમ નથી, પણ જા, તારા દસ-વીસ ગુના માફ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બેન એફ્લેકનો એકરારઃ તુમને મુઝ કો પ્યાર સિખાયા appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/ben-fleckon-acer-tumen/
via Best Gujarati News

0 Comments